india news/ ટ્રમ્પનો ધડાકો: ‘ભારત-પાકિસ્તાન પર 200% ટેરિફની ધમકી આપી યુદ્ધ રોક્યું’ જાણો શું છે સત્ય.

ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નો સનસનાટીભર્યો દાવો, ભારતે મધ્યસ્થતાની વાત નકારી

India
Donald Trump

વૈશ્વિક રાજકારણમાં પોતાના વિવાદિત અને આશ્ચર્યજનક નિવેદનો માટે જાણીતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે નવો દાવો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધના ભયાનક સંકટને એકલા હાથે ટાળ્યું હતું. આર્થિક દબાણ અને કડક ટેરિફ (Tariffs) ની ચેતવણી આપીને બંને પરમાણુ સત્તાધારી દેશોને સરહદ પર લડતા રોક્યા હોવાનો દાવો યુએસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે.

200 ટકા ટેરિફની ધમકી અને આઠ યુદ્ધો ટાળ્યાનો દાવો

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આર્થિક નીતિઓ અને કડક વલણના જોરદાર વખાણ કર્યા હતા.ટ્રમ્પે ખુલાસો કર્યો કે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે જ્યારે તણાવ ચરમસીમાએ હતો, ત્યારે તેમણે બંને દેશોને સીધી ચેતવણી આપી હતી.”મેં બંને દેશોને સ્પષ્ટ કહી દીધું હતું કે જો તમે સરહદ પર લડાઈ ચાલુ રાખશો, તો અમેરિકા તમારા દેશમાંથી આવતી વસ્તુઓ પર 200 ટકા જેટલો આકરો ટેરિફ લાદી દેશે.” તેમણે ઉમેર્યું કે પોતાના શાસનકાળ દરમિયાન તેમણે આવી આર્થિક નીતિઓની મદદથી વૈશ્વિક સ્તરે 8 મોટા યુદ્ધો થતાં અટકાવ્યા છે, જેમાંથી પાંચ યુદ્ધો માત્ર ટેરિફની ધમકીને કારણે જ ટળી ગયા હતા.

ગયા મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સર્જાયેલી તીવ્ર અશાંતિનો ઉલ્લેખ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે બંને દેશો વિનાશક યુદ્ધ તરફ ખૂબ આગળ વધી ચૂક્યા હતા. ટ્રમ્પે જણાવ્યુ હતું કે  સંઘર્ષ દરમિયાન 11 વિમાનો ધરાશાયી થયા હતા.બંને રાષ્ટ્રો અત્યંત શક્તિશાળી પરમાણુ શસ્ત્રો ધરાવે છે. જો આ સંઘર્ષ રોકવામાં ન આવ્યો હોત, તો તે પરમાણુ યુદ્ધમાં પરિણમ્યો હોત. ટ્રમ્પના મતે, તેમના સમયસરના હસ્તક્ષેપને કારણે અંદાજે ૩ કરોડ (30 મિલિયન) નિર્દોષ લોકોના જીવ બચી ગયા છે.ટ્રમ્પે પોતાના નિવેદનના સમર્થનમાં જણાવ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતે પણ અમેરિકાની આ ભૂમિકાની પ્રશંસા કરી હતી. શાહબાઝ શરીફે સ્વીકાર્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના કડક વલણને કારણે જ આ મહાયુદ્ધ ટળી શક્યું છે.

 

ભારતે ટ્રમ્પના દાવાને ઘસીને નકારી કાઢ્યો

પોતાની પીઠ થાબડવાના ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવા સામે ભારતે કડક વલણ અપનાવ્યું હતું અને અમેરિકાની કોઈપણ પ્રકારની મધ્યસ્થતાની વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ (Ceasefire) અને તણાવ ઓછો કરવા માટે કોઈ ત્રીજા દેશની દખલગીરીની જરૂર પડી નહોતી.વાસ્તવમાં આ શાંતિ પાકિસ્તાનના DGMO (ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) ની ખાસ વિનંતી બાદ શક્ય બની હતી. ભારત અને પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ વચ્ચે થયેલી સીધી દ્વિપક્ષીય વાટાઘાટો અને સમજૂતીને કારણે જ સરહદ પર શાંતિ સ્થપાઈ હતી, જેમાં અમેરિકાના ટેરિફનો કોઈ રોલ નહોતો.


આ પણ વાંચો :Donald Trumpનો EU પર 25% ટેરિફનો મોટો નિર્ણય

આ પણ વાંચો :Iranનો સીઝફાયર પ્રસ્તાવ, પરંતુ Donald Trumpએ મૂકી કઠિન શરત

આ પણ વાંચો :‘No Kings’ના નારા વચ્ચે Donald Trump સામે વિશ્વભરમાં ઉગ્ર વિરોધ