Not Set/ તમારા ખુશહાલ લગ્નજીવનમાં અંતરાય ઉભો કરશે આ ભૂલ

તમે પોતાના લગ્નજીવનમાં અથવા તો  બીજાના લગ્ન જીવનમાં નોંધ્યું હશે કે બધું જ બરાબર ચાલતું હોય ત્યારે અચાનક દંપત્તિની ગાડી દામ્પત્યના પાટા પરથી ઉતરી જાય છે. હાલમાં તો યુગલ ઘણા વર્ષો સુધી એકબીજાને ઓળખવામાં સમય લે છે  ડેટિંગ કરે છે તેમ છતાં  તેમના સંબંધી તણાવભર્યા બની જાય છે આ સ્થિતિ કેટલીક નજીવી ભૂલોને કારણે ઉભી […]

Relationships
trust in a relationship તમારા ખુશહાલ લગ્નજીવનમાં અંતરાય ઉભો કરશે આ ભૂલ

તમે પોતાના લગ્નજીવનમાં અથવા તો  બીજાના લગ્ન જીવનમાં નોંધ્યું હશે કે બધું જ બરાબર ચાલતું હોય ત્યારે અચાનક દંપત્તિની ગાડી દામ્પત્યના પાટા પરથી ઉતરી જાય છે. હાલમાં તો યુગલ ઘણા વર્ષો સુધી એકબીજાને ઓળખવામાં સમય લે છે  ડેટિંગ કરે છે તેમ છતાં  તેમના સંબંધી તણાવભર્યા બની જાય છે આ સ્થિતિ કેટલીક નજીવી ભૂલોને કારણે ઉભી થતી હોય છે ,આ ભૂલો કઈ છે જે યુગલે ન કરવી જોઈએ,ચાલો જાણીએ.

સાથીદારના એક્સ માટે મૂંઝવણ હોવી

તમારા સાથીદારને ભૂતકાળમાં કોઈ પાર્ટનર હોય, અને હાલમાં તે તમારા પાર્ટનર સાથે સારી મિત્રતા ધરાવતા હોય તો તેનાથી વધારે પરેશાન ન થાવ. જો તે સંબંધ હેલ્ધી મિત્રતાનો હોય તો શંકા કરવાનું અને સંબંધમાં ખટરાગ ઉભો કરવાનું કોઈ કારણ નથી.  તમે સતત તેના વિશે પાર્ટનર સાથે ચર્ચા કરશો કે પ્રશ્નો કરશો તો એ બાબત તમારા પાર્ટનરને ઇન્સિકયોર બનાવશે.

નાની બાબતોન જતી કરો

મોટા ભાગે યુગલ નાની –નાની બાબતો માટે પરેશાન રહે છે અને ઝઘડે છે. ક્યારેક રૂમાલ કે મોજા મૂકવા જેવી અથવા તો ટિફિનમાં ચમચી ન મૂકવા જેવી બાબત પણ મોટા ઝઘડાનું રૂપ લઈ લેતી હોય છે.  જે કપલને એકબીજા માટે નકારાત્મક બનાવી દે છે.  અને નાની બાબતનો ઝઘડો મોટી લડાઈ અને ક્યારેક તો છૂટાછેડામાં પરિણમતી હોય છે.

 લાગણી પ્રદર્શિત ન કરવી

મોટા ભાગે  પુરૂષો આ બાબતમાં માર ખાય છે તો ક્યાંક અતિમહત્વાકાંક્ષી સ્ત્રી પણ આ બાબતનો ભોગ બને છે પાર્ટનરની કઈ વાત પસંદ છે  તેની પસંદની વાનગી કે ડ્રેસ અથવા તો ફૂલ આપવા જેવી બાબતથી તમે તમારા સાથીદાર અંગે લાગણી પ્રર્દશિત કરી શકો છો. ઓફિસ વર્ક દરમિયાન પણ  તમારા સાથીદારને યાદ કરીને એક નાનો મેસેજ જરૂર મોકલો. આ નાની વાત તમારા આખા દિવસને સુધારી શકે છે.  લાગણીઓ પ્રદર્શિત નહીં કરો તો તમારી લાઇફ તમને બિંબાઢાળ બની ગયેલી લાગશે.

ઇર્ષા

દંપતી વચ્ચે પણ ઇર્ષા ઉભી થતી હોય છે લોકો એમ કહેતા હોય છેકે કોર્ટશીપ પીરિયડ દરમિયાન જ એકબીજા માટે ઇર્ષા રહેતી હોય છે પરંતુ આવું નથી, લગ્ન પછી પણ પતિ કે પત્નીના મિત્રો માટે છૂપી ઇર્ષા રહે છે. જો તમે કોઈ માટે જેલસી ફીલ કરતા હો તો તમારા પાર્ટનરને જણાવો. જેથી તે તમારી ફિલિંગ્સનુ ધ્યાન રાખી શકે