Gujarat News: શું તમે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાનું વિચારી રહ્યા છો અને ચિંતિત છો? તો આજે અમે તમને કેટલાક નિયમોથી વાકેફ કરાવવા માંગીએ છીએ. તેમના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. કારણ કે તેની મદદથી તમે RTOમાં ગયા વગર લાયસન્સ મેળવી શકો છો. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવતા પહેલા, તમારે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે. ટેસ્ટ પાસ કર્યા પછી જ તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે છે. આ કારણે તમારે તેના વિશે પણ જાણવું જોઈએ.
લર્નિંગ લાયસન્સ
લર્નિંગ લાયસન્સ મેળવવું એકદમ સરળ છે. કારણ કે આમાં તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી અને તમે ઘરે બેસીને ઓનલાઈન અરજી કરી શકો છો. પરંતુ તે પહેલા તમારે ઓનલાઈન ટેસ્ટ આપવી પડશે. આ ટેસ્ટમાં તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો પૂછવામાં આવે છે. જેમ કે તમને રસ્તાના સામાન્ય નિયમો વિશે પૂછવામાં આવશે. તેમજ ટ્રાફિક સિગ્નલની માહિતી લેવામાં આવે છે.
શા માટે જરૂરી લર્નિંગ લાયસન્સ
તમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તૈયાર કરવા માટે લર્નિંગ લાયસન્સ આપવામાં આવે છે. આ સમય દરમિયાન તમે ડ્રાઇવિંગ શીખી શકો છો અને તમારે ટ્રાફિક ચલણનો સામનો કરવો પડશે નહીં. પરંતુ તમારે કાર પર ‘L’ લખવું પડશે અને તે પછી તમે કાર ચલાવી શકશો.
લાયસન્સ વિના કોઇપણ વાહન ચલાવવું એ ભારતમાં ફોજદારી ગુનો માનવામાં આવે છે. લાયસન્સ મેળવ્યા બાદ જો તે ખોવાઈ જાય તો લોકો ચિંતિત થાય છે કે તેમને ફરી RTOના ધક્કા ખાવા પડશે. પરંતુ હવે કોઈએ લાયસન્સ ગુમ થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. આ માટે તમે ઓનલાઈન અરજી કરી ડુપ્લિકેટ કોપી મેળવી શકો છો.
ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા કરો આ પ્રક્રિયા
ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ એ મૂળ ડ્રાઇવિંગ લાયસન્સની નકલ છે, જે પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) દ્વારા જારી કરવામાં આવે છે. તે પણ જ્યારે તમારું અસલ ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા તે નષ્ટ થઈ જાય. ડુપ્લિકેટ લાયસન્સ પણ અસલની જેમ વાપરી શકાય છે અને તે સમાન રીતે માન્ય છે.
ડુપ્લિકેટ લાયસન્સ મેળવવા સૌ પ્રથમ તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવો. બાદમાં જરૂરી દસ્તાવેજો એકત્રિત કરો. પછી ઑફલાઇન/ઓનલાઇન મોડ દ્વારા તમારા સંબંધિત RTOમાં ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરો. તમે ડુપ્લિકેટ લાયસન્સ મેળવવા પરિવહન સેવાઓના પોર્ટલ https://sarathi.parivahan.gov.in પર જઈ ડુપ્લિકેટ લાયસન્સ સર્વિસ પસંદ કરો. પછી
Apply for Duplicate License’ પર ક્લિક કરો અને અરજી ફોર્મ ભરો. ત્યારબાદ બધા દસ્તાવેજો અપલોડ કરો અને નિર્ધારિત ફી ચૂકવો. અને પછી એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો. જે બાદ એપ્લિકેશન સ્ટેટસ ટ્રેક કરવા માટે અરજી નંબર નોંધી લો. અરજી મંજૂર થયા પછી ડ્રાઇવિંગ લાઇસન્સ રજિસ્ટર્ડ સરનામે મોકલવામાં આવશે.
સામાન્ય રીતે ખોવાયેલા ડ્રાઇવિંગ લાયસન્સની ડુપ્લિકેટ કોપી મેળવવા માટે ફી તરીકે 200 રૂપિયાની રકમ લેવામાં આવે છે. જો કે, જો તમને સ્માર્ટ કાર્ડ વર્ઝન જોઈએ છે, તો તમારે તેના માટે 400 રૂપિયા ચૂકવવા પડશે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ પહેલીવાર હાર્દિક પંડ્યા વડોદરા પહોંચ્યો
આ પણ વાંચો: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! હવામાન વિભાગનું પૂર્વાનુમાન
આ પણ વાંચો: શ્રાવણ મહિનામાં ઘરઆંગણે સ્પીડ પોસ્ટથી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મેળવો
