Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ના હોય!/ દ્રૌપદી મુર્મુના નામે ટ્વિટર પર ઓરિજનલ એકાઉન્ટ જ નથી, ફેક એકાઉન્ટના કારણે યુઝર્સ પણ ગુંચવાયા, જાણો સંર્પુણ વિગત

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત સાથે જ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે લોકો તેમને ટેગ કરીને સતત અભિનંદન આપી રહ્યા છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે તેમનું ટ્વિટર પર કોઈ એકાઉન્ટ જ નથી

July 21, 2022garima rao
Top Stories India

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત સાથે જ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. લોકો તેમને ટેગ કરીને સતત અભિનંદન આપી રહ્યા છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે તેમનું ટ્વિટર પર કોઈ એકાઉન્ટ જ નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ટ્વિટર પર તેમના સંબંધિત નવા એકાઉન્ટ્સનું જાણે કે પૂર આવી ગયુ છે. જ્યારે પીએમ મોદીએ પણ ટ્વિટ કર્યું ત્યારે તેમાં મુર્મુના ટ્વિટર હેન્ડલનો કોઈ ઉલ્લેખ નહોતો. એકંદરે ટ્વિટર પર જોવા મળતા ફેક એકાઉન્ટે યુઝર્સને મુશ્કેલીમાં મુકી દીધા છે.

ભાજપે આ અઠવાડિયે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની જાહેરાત કરી હતી. ઘોષણા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને નામાંકિત થવા બદલ ટ્વિટર અભિનંદન આપ્યા હતા. પીએમના ટ્વિટ પછી, ટ્વિટર એકાઉન્ટ દ્રૌપદી મુર્મુ (@DraupdiMurmuBJP)એ જવાબ આપતા તેમનો આભાર માન્યો. જ્યારે આ એકાઉન્ટ અસ્તિત્વમાં જ નથી.

છેલ્લા કેટલાક દિવસોમાં દ્રૌપદી મુર્મુના નામે ઘણા ફેક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જેમાંથી કોઈ પણ એકાઉન્ટ અસલી નથી. હકીકતાં  મુર્મુનું કોઈ ટ્વિટર એકાઉન્ટ નથી અને આ તમામ એકાઉન્ટ ફેક છે, જેમાં તેમનો ફોટો મુકવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીના ટ્વીટ પર નજર કરીએ તો તેમણે કોઈ પણ ટ્વિટર એકાઉન્ટને ટેગ નથી કર્યું.  જેનો સીધો અર્થ એ છે કે મુર્મુનું કોઈ ટ્વિટર એકાઉન્ટ નથી, નહીં તો પીએમ મોદીએ તેમને ટેગ કર્યા હોત.

ઉલ્લેખનીય છે કે @draupadimurmup નામના ટ્વિટર એકાઉન્ટના 16.4 હજાર ફોલોઅર્સ છે. આ એકાઉન્ટ જૂનમાં જ બનાવવામાં આવ્યું હતું અને તેના થોડા સમય પહેલા જ એક ટ્વિટ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ મુર્મુને અભિનંદન આપવા માટે માત્ર #DraupadiMurmu હેશટેગનો ઉપયોગ કર્યો હતો. મુર્મુના નામ પર હાલમાં જ કેટલાય એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. @DraupadiiMurmu, @DraupadiMurmu_, @murmu_draupadi, @Draupadi_Murmu_ જેવા હેન્ડલ્સ જૂનમાં જ બનાવવામાં આવ્યા હતા જ્યારે તેમની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી. જેથી સ્પષ્ટ થાય છે કે મુર્મુના નામે બનેલા તમામ હેન્ડલ નકલી છે. દ્રૌપદી મુર્મુનું હજુ સુધી કોઈ ટ્વિટર એકાઉન્ટ નથી.

Post navigation

નોવાક જોકોવિચનો યુએસ ઓપન રમવા પર સંદેહ,જાણો વિગત
રણબીર કપૂરની ‘શમશેરા’ એક સાથે આટલી સ્ક્રીન્સ પર થશે રિલીઝ, કોરોના પછી સૌથી વધુ સ્ક્રીન પર રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ

More Posts

gujrat election 2022/ કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પાંચમી યાદી, આ છ સીટો પર ફાળવવામાં આવી ટિકિટ

November 13, 2022garima rao

Not Set/ ગણેશોત્સવની અલગ જ થીમ પર ઉજવણી, ભાવિકોમાં અલગ જ આકર્ષણ ઉભુ,જુઓ ફોટો

September 18, 2018September 18, 2018Nirmal Acharya

Surat News/ માંગરોળ ગેંગરેપ કેસ 11 નવેમ્બરથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે, કેસને પ્રાયોરિટીમાં ચલાવવા HCનું સૂચન

November 9, 2024November 9, 2024Nikunj Patel

Junagadh News/ ગિરનાર-અંબાજી મંદિરની ગાદીનો વિવાદ ગરમાયો,મહેશગીરીએ કહ્યું હરીગીરીને હટાવો નહીંતર ભવનાથ મંદિર પર કબજો કરવાની માંગ

November 24, 2024November 24, 2024Mansi Panara
મહેબુબા મુફતી

Not Set/ રાજકારણની ખલનાયિકા મહેબુબાની ફરી અવળવાણી..!!

August 24, 2021padma prajay

Swachh Bharat Mission/ પીએમ મોદી આજે સ્વચ્છ ભારત મિશન અને અમૃતના બીજા તબક્કાની શરૂઆત કરશે

October 1, 2021garima rao

FIR/ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સામે ફરિયાદ,રાષ્ટ્રપતિ પર કરી હતી અભદ્ર ટિપ્પણી

July 28, 2022mustak malik

-haryana cm/ નાયબ સિંહ સૈનીએ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

March 12, 2024March 12, 2024Komal Patel

ahmedabad accident/ અમદાવાદમાં નિરમા યુનિ. જોડે હિટ એન્ડ રનઃ દંપતીમાં પત્નીનું મોત

December 5, 2023jani

Not Set/ વંદે માતરમ પર સીએમ કમલનાથનો યુ-ટર્ન, પોલીસ બેન્ડ વગાડશે દેશભક્તિના ગીતો

January 3, 2019January 3, 2019foram patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy