Surat News:સુરતમાં યોગ આશ્રમ ચલાવતા પ્રદીપ જોટાંગિયા (Pradeep Guruji) વિરુદ્ધ એક પછી એક ચોંકાવનારા આરોપો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તેઓ યુવકની હાર્ટ સર્જરી વગર સારવાર કરી હોવાનો અને એક મહિલાને કેન્સરમાંથી બચાવી હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ તેમની પુછપરછમાં એક મોટો ખુલાસો થયો છે તેમની ટોળકીએ નકલી નોટ છાપવા માટે ચીની ઈ-કોમર્સ વેબસાઈટ્સ જેવી કે અલીબાબાનો ઉપયોગ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલા આ વીડિયોમાં પ્રદીપ જોટાંગિયા (Pradeep Guruji) યોગ અને પ્રાકૃતિક ઉપાયો દ્વારા જટિલ બીમારીઓની સારવાર કરતા દેખાય છે. એક યુવકની હાર્ટની સર્જરી વગર સંપૂર્ણ સારવાર કરી હોવાનો અને બીજી તરફ એક મહિલાને કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી બચાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને લોકોમાં આશ્ચર્ય અને આકર્ષણ બંને જોવા મળી રહ્યું છે, પરંતુ તેની સાથે જ તેમના આશ્રમમાં ચાલતી અન્ય પ્રવૃત્તિઓ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

પ્રદીપ ગુરુજીના (Pradeep Guruji) કારસ્તાન!
પ્રદીપ જોટાંગિયા (Pradeep Guruji) અને તેમની ટોળકી વિરુદ્ધ નકલી નોટ છાપવાના મામલે મોટો ખુલાસો થયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ પાકિસ્તાની પ્રિન્ટિંગ પ્રેસ પર આધાર રાખવાને બદલે ચીની વેબસાઈટ્સ દ્વારા ભારતીય ચલણી નોટોમાં વપરાતું સિક્યોરિટી પેપર અને ‘ગ્રીન સિક્યોરિટી થ્રેડ’ મંગાવતા હતા.
આ ગ્રીન થ્રેડ પર ‘RBI’ અને ‘ભારત’ લખેલું હોય છે, જે અસલી નોટ જેવું જ દેખાવ આપે છે. સામાન્ય માણસ આને સરળતાથી ઓળખી શકતો નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે પ્રદીપ જોટાંગિયા (Pradeep Guruji) અગાઉ એક વખત ચીન જઈ આવ્યા હતા, જેના કારણે ત્યાંના એજન્ટો સાથે તેમનો સંપર્ક થયો હતો. હવે ઘરઆંગણે જ ‘મેક ઈન ઈન્ડિયા’ ફેક કરન્સી બનાવવાનું કામ ચાલતું હતું, જે તપાસ એજન્સીઓ માટે મોટો પડકાર બની રહ્યો છે.

પ્રદીપ જોટાંગિયા (Pradeep Guruji) મોંઘીદાટ કારમાં ફરતા હતા અને તેના પર આયુષ મંત્રાલયની નામપ્લેટ લગાવી હતી. આ મામલે તેમની સામે રાષ્ટ્રદ્રોહના ગુના સહિત RBI અને ભારત લખેલા સિક્યોરિટી થ્રેડ પેપરના ઉપયોગ અંગે તપાસ એજન્સીઓ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો: સુરત રેલવે સ્ટેશન નજીક હોટલમાં દુષ્કર્મ, ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ
આ પણ વાંચો: માઉન્ટ આબુમાં ન્યૂ યર પાર્ટીના નામે અમદાવાદની સગીરા સાથે દુષ્કર્મ, વીડિયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો
આ પણ વાંચો: પરણીત પુરુષે 18 વર્ષની છોકરીને પ્રેમઝાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
