રાજ્યમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં બીલીમોરા એસટી ડેપોની બસના ડ્રાઈવરનું પોતાની જ બસ નીચે કચડાઈ જતા મોત નિપજ્યુ છે. આ ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.ડ્રાઈવર શશીકાંત પોતાની બસ ચાલુ કરીને કાચ સાફ કરી રહ્યા હતા, ત્યારે બસ સરકી જતા તેઓ બસ નીચે કચડાયા હતા.
આ પણ વાંચો :એક જ મંડપ હેઠળ ચાર સરપંચ ઉમેદવાર કરી રહયા છે પ્રચાર
આ અંગે મળતી માહિતી અનુસાર, નવસારીના બીલીમોરા બસ સ્ટેશન પર 36 વર્ષીય શશીકાંત પટેલ ડ્રાઈવર તરીકેની ફરજ બજાવે છે. તેઓ ચીખલી તાલુકાના સતાળિયા ગામથી બીલીમોરા રૂટ પર એસટી બસ ચલાવે છે. તેઓ સતાળિયા ગામે રાત્રિ રોકાણ કરતા હતા અને વહેલી સવારે ઉઠીને બીલીમોરા પરત ફરતા હતા. ત્યારે વહેલી સવારે ચાર વાગ્યે તેઓ ઉઠીને પોતાની બસ સાફ કરવાનુ કામ કરતા હતા. મંગળવારે સવારે ચાર વાગ્યે ઉઠીને તેઓ પોતાની બસ સાફ કરવા ઉઠ્યા હતા. પરંતુ તેઓએ ઢાળ ઉપર હેન્ડ બ્રેક માર્યા વગર બસ ઉભી રાખી હતી, જે સરકવા લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
જે બસ ઉપર તેમણે ફરજ બજાવી એ જ બસ નીચે આવી જતા તેમનું કરૂણ મોત થતાં બીલીમોરા એસ.ટી ડેપો નો સ્ટાફ પણ ચોંકી ગયો હતો અને ઉંડા આઘાતમાં ગરકાવ થયો હતો બસ નીચે અકસ્માત પામેલા શશીકાંત પટેલ ના પરિવારમાં તેમની પત્ની અને 11 વર્ષીય દીકરી છે પરિવારમાં કમાવનાર એકમાત્ર સભ્યના અવસાનથી તેઓ ઊંડા આઘાતમાં ગરકાવ થયા છે.સમગ્ર મામલે કંડકર બિપિન પટેલ એ અકસ્માતને લઈને ફરિયાદ આપી ચીખલી પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો :વાઇબ્રન્ટ ગુજરાત – 2022ને લઈ સરકાર થઈ સક્રિય, દુનિયાના 9 દેશો કન્ટ્રી પાર્ટનર બનવા માટે થયા તૈયાર
ઉલ્લેખનીય છે કે, શશીકાંત પટેલ માત્ર 20 દિવસ અગાઉ જ એસ.ટી વિભાગમાં ડ્રાઈવર તરીકે જોડાયા હતા. તેમના પરિવારમાં પત્ની અને 11 વર્ષની દીકરી છે. ત્યારે તેમના નિધનથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સમગ્ર મામલે કંડકર બિપિન પટેલે અકસ્માતને લઈને ફરિયાદ આપી હતી, તો ચીખલી પોલીસ અકસ્માતની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : વડોદરામાં સ્ટડી રૂમમાં બે જોડિયા ભાઈઓએ કર્યો આપઘાત, એકનું મોત
આ પણ વાંચો :રાજકોટમાંથી યુવાનો માટે સામે આવ્યો આંખ ઉઘાડનારો કિસ્સો, વાંચીને તમે પણ..
આ પણ વાંચો : રાજકોટમાં લાઇટ જતાં પિતાએ દીવાસળી સલગાવતા આચનક લાગી આગ, બાળકીનું મોત
