જો તમે પણ મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિકના નિયમોની અવગણના કરો છો તો સાવધાન થઈ જજો. મુંબઈ પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ પર મોટું પગલું ભર્યું છે. તો હવે ગાડી સાવધાનીથી ચલાવો, નહીં તો નાની ભૂલ પર પણ તમારી કાર જપ્ત થઈ શકે છે. રોંગ સાઇડમાં વાહન ચલાવવા બદલ કાયદેસરની કાર્યવાહીની સાથે પોલીસે વાહનો પણ જપ્ત કરવાનું શરૂ કર્યું છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ રોંગ સાઇડ ડ્રાઇવિંગ માટે ઘણી એફઆઈઆર નોંધાયા બાદ ચેતવણી જારી કરી હતી, પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા 6 માર્ચે શરૂ કરવામાં આવેલી ડ્રાઇવ પછી પણ સમસ્યા યથાવત રહી હતી. સ્ટેશન ઈન્ચાર્જને એફઆઈઆર નોંધ્યા બાદ વાહનને જપ્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી કરીને આ ખતરાને નિયંત્રિત કરી શકાય.
બુધવારે, મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનોમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ મોટરચાલકો સામે 294 FIR નોંધવામાં આવી હતી. પોલીસ ટ્રાફિકના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે “બુધવારથી, પોલીસ સ્ટેશનોએ રોંગ સાઇડ ડ્રાઇવિંગમાં સંડોવાયેલા વાહનોને જપ્ત કરવાનું શરૂ કર્યું છે. અમે પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ) ને ત્રણ મહિનાના સમયગાળા માટે ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવા વિનંતી કરી છે.”
આ પણ વાંચો:ભારતમાં પણ શ્રીલંકા જેવી સ્થિતિ?: આ રાજ્ય ભારે દેવાદાર, શું મફત વિતરણ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય રહેશે?
આ પણ વાંચો: મુસ્લિમ દેશોમાં લાઉડસ્પીકર પર અઝાન નથી થતી , તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલ
