Not Set/ dry day/મહારાષ્ટ્રમાં મતદાનના 48 કલાક પહેલા દારૂનું વેચાણ બંધ

વિધાનસભાની ચૂંટણી 2019 ને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર અને ગોવામાં ઘણા દિવસો સુધી દારૂનું વેચાણ બંધ રહેશે. 21 ઓક્ટોબરને સોમવારે રાજ્યમાં મતદાન યોજાશે. મતદાન થાય તે પહેલા મહારાષ્ટ્ર અને ગોવામાં  48 કલાક દારૂ પર પ્રતિબંધ હશે. ડ્રાઇ ડે  19 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યાથી 21 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યા સુધી અસરકારક રહેશે. આ પછી, મતગણતરીના […]

Top Stories India

વિધાનસભાની ચૂંટણી 2019 ને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર અને ગોવામાં ઘણા દિવસો સુધી દારૂનું વેચાણ બંધ રહેશે. 21 ઓક્ટોબરને સોમવારે રાજ્યમાં મતદાન યોજાશે. મતદાન થાય તે પહેલા મહારાષ્ટ્ર અને ગોવામાં  48 કલાક દારૂ પર પ્રતિબંધ હશે. ડ્રાઇ ડે  19 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યાથી 21 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યા સુધી અસરકારક રહેશે. આ પછી, મતગણતરીના દિવસે, 24 ઓક્ટોબર પણ ડ્રાય ડે . એટલે કે મતદાનના બે દિવસ પહેલા અને મતદાનના દિવસે રાજ્યમાં દારૂના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એટ્લે કે  24 ઓક્ટોબરે પણ તમામ દારૂની દુકાનો બંધ રહેશે.

રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ છે. નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવા માટે આદર્શ આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે. આ સંદર્ભે, દારૂના વેચાણ પર દેખરેખ અને પ્રતિબંધ અંગે વિશેષ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, તમામ દારૂના ઠેકેદારોને આ આદેશોનું પાલન સુનિશ્ચિત કરવા સુચના આપવામાં આવી છે. આદેશોનું ઉલ્લંઘન કરનાર સામે નિયમિત કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.