Not Set/ Dual SIM 4G ફોન લેવાનું વિચારો છો, તો પહેલા વાંચો

બેટરી વધારે પાવરફુલ હોવી જોઈએ અને બેટરી લિથિયમ આયર્ન જેવી ડયુરેબલ ટેકનોલોજી હોવી જોઈએ. આજકાલ ૨ સિમવાળા સ્માર્ટફોનમાં હાઈબ્રિડ સ્લોટ આવવા લાગ્યા છે. તેમાં એક સ્લોટ સિમ અને બીજું સિમ તથા મેમરી કાર્ડ માટે હોય છે. ધ્યાન રાખવા જેવી વાત છે કે, ૨ સિમવાળા સ્માર્ટફોન બંને જ સ્લોટમાં 4G કનેક્ટિવિટી સપોર્ટ નથી આપતા. તેવામાં શક્ય […]

Tech & Auto

બેટરી વધારે પાવરફુલ હોવી જોઈએ અને બેટરી લિથિયમ આયર્ન જેવી ડયુરેબલ ટેકનોલોજી હોવી જોઈએ.

આજકાલ ૨ સિમવાળા સ્માર્ટફોનમાં હાઈબ્રિડ સ્લોટ આવવા લાગ્યા છે. તેમાં એક સ્લોટ સિમ અને બીજું સિમ તથા મેમરી કાર્ડ માટે હોય છે.

ધ્યાન રાખવા જેવી વાત છે કે, ૨ સિમવાળા સ્માર્ટફોન બંને જ સ્લોટમાં 4G કનેક્ટિવિટી સપોર્ટ નથી આપતા. તેવામાં શક્ય હોય ત્યાં સુધી સિમ સ્લોટ 4G સપોર્ટવાળો ફોન જ ખરીદો.

 

તેવામાં જો તમે હાઈબ્રિડ સ્લોટ વાળો ફોન લઇ રહ્યા છો તો તેની ઇન્ટરનલ સ્ટોરેજ વધારે હોવી જોઈએ.

કારણ કે, તમે બે સિમ યૂઝ કરશો તો મેમરી કાર્ડ માટે સ્લોટ નહી રહે. તો વધારે ઇન્ટરનલ મેમરીવાળો ફોન લેવો જ વધારે સારું છે.

 

માર્કેટમાં કેટલીક એવી એપ છે, જે માત્ર સિંગલ સિમ પર જ કામ કરે છે. તેવામાં જો તમે બંને સિમ પર એક એપનો ઉપયોગ કરવા માંગો છો તો તેના માટે અલ્ટરનેટીવ શોધવાનું રહેશે, જેનાથી તમે જ ફોનમાં એક જ એપનાં બે એકાઉન્ટ ચલાવી શકશો.

 

ઓએસ અને સોફ્ટવેર ચેક કરો
૨ સિમવાળા સ્માર્ટફોનમાં સોફ્ટવેરની સમસ્યા આવતી રહે છે. તેવામાં ડ્યુઅલ સિમ માટે બનાવવામાં આવેલ એન્ડ્રોઈડ સિસ્ટમનાં લેટેસ્ટ વર્ઝનવાળો ફોન જ લો.