Not Set/ વધતા જતા કેસને લીધે દિલ્હીમાં એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર રેન્ડમ ટેસ્ટીંગ થશે.

સમગ્ર વિશ્વમાં કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. વિશ્વના અમુક દેશોમાં લોકડાઉન પણ થઇ ગયું છે.

India

સમગ્ર વિશ્વમાં કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. વિશ્વના અમુક દેશોમાં લોકડાઉન પણ થઇ ગયું છે. ત્યારે આ ખરાબ બની રહેલીસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કેસ વધતા આજે રાજધાનીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીની બેઠક બોલાવી હતી. જેના પ્રમુખ પદે એલજી હતા. બેઠક દરમિયાન નિર્ણય લેવાયો કે હવે દિલ્હીના એરપોટ અને રેલ્વે સ્ટેશન પર આવનારા મુસાફરોનાં રેન્ડમ કોરોના ટેસ્ટ થશે.

એલજીએ એ પણ જણાવ્યું કે, આવનારા તહેવારોની સીઝનમાં આપણે ખુબ જ સતર્ક રહેવું પડશે. આ ઉપરાંત એ પણ જણાવ્યું કે જે રાજયમાં કોરોનાના કેસ વધારે છે ત્યાંથી આવનારા મુસાફરોનાં રેન્ડમ કોરોના ટેસ્ટ થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે મોટા પ્રમાણમાં કોરોનાના ટેસ્ટ થશે. તેમજ રસીકરણ કરવામાં આવશે. જેનો લાભ દેશના નાગરિકોને મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ