Amreli rain/ કચ્છ,અમરેલીમાં થયો કમોસમી વરસાદ,ખેડૂતોમાં સર્જાયો ચિંતાનો માહોલ

હાલ ઉનાળાની ઋતુ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Trending Gujarat
  • ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો
  • ધારી ગીર સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ
  • ભર ઉનાળાએ કમોસમી વરસાદી ઝાપટા
  • કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના જીવ અધર

હાલ ઉનાળાની ઋતુ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.માહિતી અનુશાર અમરેલીના ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે.આ સિવાય કમોસમી  વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા.જી હા… ધારી ગીર સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા લોકોને ગરમીમાં ઠંડકનો અહેસાસ થયો હતો.

જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.ભર ઉનાળે વરસાદ આવતા કેસર કેરીના મોર ખરી જવાનો ડર ખેડૂતોમાં ફેલાયો હતો. ત્યારે સમગ્ર વિસ્તારમાં   ધીમીધારે વરસાદ વરસ્યો હતો.ઉલ્લેખનીય છે કે, સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. ત્યારે આવા વાતાવરણ વચ્ચે બપોરે ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે શહેરીજનોને ઉકળાટમાંથી રાહત મળી હતી અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

પરંતુ ભર ઉનાળાએ કમોસમી વરસાદી ઝાપટાથી કેરીના પાકને નુકશાન થવાની શક્યતાઓ જોવા મળે છે. ત્યારે વરસાદ આવતા કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના જીવ અધર થઇ ગયા હતા. અમરેલી સાથે સાથે કચ્છના અંજાર તાલુકાના અનેક ગામોમાં વરસાદ પણ વરસાદ પડ્યો હતો,તેમજ રાપર ખોખરામાં પવન સાથે વરસાદ આવ્યો હતો,ત્યારે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે  તાલુકામાં વરસાદથી ખેડૂતોની ચિંતામાં મુકાયા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભરગરમીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.રતનાલમાં પણ પવન સાથે કમોસમી વરસાદ  વરસ્હયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં કાળઝાળ ગરમીનો આતંક, 40 ડિગ્રી પંહોચેલ તાપમાનમાં આવશે પલટો

આ પણ વાંચો: Surat Case/સુરતમાં નોકરીની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો: Gujarat-Engineering/ગુજરાતની એન્જિનિયરિંગ સેક્ટરની નિકાસ વધીને એક લાખ કરોડ રૂપિયાની નજીક