Not Set/ સુરેન્દ્રનગર જીલ્લામાં ગાયોમાં પ્રથમ વખત જોવા મળ્યો ડમ્પી સ્ક્રીન ડીસીઝ વાયરસ…

ધ્રાંગધ્રા શહેરમાં તિક્ષ્ણા હથિયાર વડે હુમલો કર્યો હોય એવી ગંભીર ઇજાઓ વાળી આઠ ગાયો દેખાતા જીવદયાપ્રેમીઓએ સારવાર શરૂ કરી છે.

Gujarat
Untitled 313 8 સુરેન્દ્રનગર જીલ્લામાં ગાયોમાં પ્રથમ વખત જોવા મળ્યો ડમ્પી સ્ક્રીન ડીસીઝ વાયરસ...

ધ્રાંગધ્રા  શહેરમાં અનેક ગાયો ઉપર હુમલો કર્યો હોય એવી ગંભીર ઇજા દેખાતા આ હુમલાના બદલે ઓસ્ટ્રેલિયાનો લમ્પી વાયરસનો ગાયો ભોગ બન્યાનું ખુલતા વેટરનરી તબીબે આવી ગાયોને અલગ ક્વોરેન્ટાઇન કરવા માટે પશુપાલકોને તાકીદ કરી છે ત્યારે પશુ પાલકોમાં પણ ફફડાટ દેખાઇ રહ્યો છે.

આ પણ વાંચો :હવામાન વિભાગ / ખેડૂતો માટે વધુ એકવાર માઠા સમાચાર, આગામી 3 દિવસ વરસાદની આગાહી

ધ્રાંગધ્રા શહેરમાં તિક્ષ્ણા હથિયાર વડે હુમલો કર્યો હોય એવી ગંભીર ઇજાઓ વાળી આઠ ગાયો દેખાતા જીવદયાપ્રેમીઓએ સારવાર શરૂ કરી છે.ત્યારે બીજા દિવસે પણ વધારે ચાર ગાયો આવી જ સ્થિતિમાં મળી આવ્યા બાદ ધ્રાંગધ્રાના પશુ ચિકિત્સકે ખુલાસો કરતા જણાવ્યુ કે આ કોઇ ઇજા નથી, પરંતુ ઓસ્ટ્રેલીયાનો ગંભીર લમ્પી સ્કીન ડીસીઝ વાયરસ છે. આ વાયરસનો જે ગાય ભોગ બને એ ગાયને સોપારી જેવી ગાંઠ થયા બાદ ફૂટીને કોઇ તિક્ષ્ણા હથિયાર વડે હુમલો કર્યો હોય એવી ઇજા થાય છે. જેથી જે વિસ્તારમાં જ્યાં ગાયને આવી લમ્પી વાયરસની બિમારી દેખાય એ ગાયને તાત્કાલીક અલગ કવોરન્ટાઇન કરી વાયરસની રસી મુકાવવા માટેની વ્યવસ્થા કરવી જોઇએ.

આ પણ વાંચો ;અવાણિયા ગામ / એક એવું ગામ જ્યાં આઝાદી પછી માત્ર એક જ વાર યોજાઇ છે ચૂંટણી

ધ્રાંગધ્રા સાથે પાટડી સહિત અન્ય વિસ્તારમા પણ આ બિમારી વાયુવેગે ફેલાઇ રહી છે. ધ્રાંગધ્રામાં તો વધારે ગાયોને આ બિમારી ના ફેલાય એ માટે જયેશભાઇ ઝાલા, હેમંતભાઇ દવે સહિતના જીવદયાપ્રેમીઓ દરેક આવી ઇજાવાળી ગાયાની સારવાર કરી રહયા છે. બીજી તરફ પશુ ડોકટરોની ટીમ દ્વારા પણ અલગ-અલગ જગ્યાએ જઇ આ વાયરસ વધારે ના ફેલાય એ માટે કામગીરી કરાય એવી લોકો માંગ કરી રહ્યા છે.