ધરતીકંપ/ દેશમાં ભૂકંપનાં આંચકામાં થયો વધારો, જાણો આજેે ક્યા ધરા ધ્રુજી

આજે વહેલી સવારે મણિપુરનાં પૂર્વોત્તર રાજ્યમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે 5:56 વાગ્યે મણિપુરનાં ઉખરૂલમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા

India

આજે વહેલી સવારે પૂર્વોત્તરનાં રાજ્ય મણિપુરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે 5:56 વાગ્યે મણિપુરનાં ઉખરૂલમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. મળી રહેલી માહિતી અનુસાર આ ભૂકંપમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. નોંધનીય છે કે આ પહેલા 18 જૂનનાં રોજ મણિપુરમાં 1:06 વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા, જ્યારે સોમવારે દિલ્હી-એનસીઆરનાં ઘણા વિસ્તારોમાં ભૂકંપનાં કારણે ધરતી ધ્રુજી હતી, જેની તીવ્રતા 3.7 નોંધાઇ હતી.

દેશ અને દુનિયામાં વધ્યા ભૂકંપનાં ઝટકા

આપને જણાવી દઇએ કે, દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસની સાથે ભૂકંપનાં ઝાંટકામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. આજે મણિપુરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.  સોમવારે જ મણિપુરનાં થોઉબલમાં 2.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનાં પ્રભાવ અને જોખમોને ધ્યાનમાં રાખીને, સમગ્ર દેશ વિવિધ સેસ્મિક ઝોનમાં વહેંચાયો છે. રાજધાની દિલ્હીનાં સેસ્મિક ઝોન 4 માં સ્થિત છે. ભૂકંપનાં આંચકા અહીં સમયે સમયે આવતા રહે છે. સોમવારે જ મ્યાનમારમાં 3.5 ની તીવ્રતાનાં આંચકા અનુભવાયા હતા, ભૂતાનમાં 2.9 અને ચીનમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. રવિવારે સવારે ગુજરાતનાં કચ્છમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર દુધઈથી ઉત્તર-પૂર્વ દિશામાં 19 કિ.મી. દૂર હતુ. ગત અઠવાડિયે લદ્દાખનાં લેહમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગત વર્ષે ફેબ્રુઆરીમાં તાજિકિસ્તાનમાં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનાં આંચકા દિલ્હી-એનસીઆર, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં અનુભવાયા હતા.

આરોપી પકડાયા / હૈતીનાં રાષ્ટ્રપતિની હત્યાનાં આરોપમાં પોલીસે કરી 2 અમરિકનની ધરપકડ

આફ્ટરશોક કોને કહેવાય છે?

ધરતી પરની સપાટી 7 ટેકટોનિક પ્લેટોથી બનેલી હોય છે. આ પ્લેટ એક બીજા સાથે ટકરાય ત્યારે ભૂંકપનો ખતરો થાય છે. ભૂકંપ આવે છે ત્યારે આ પ્લેટ્સ એક બીજાનાં ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. પ્લેટ્સ એક બીજા સાથે અથડાય છે તેના કારણે ઘણી ઉર્જા ઉત્પન થાય છે. તે ઘર્ષણ કે ફ્રિકશનથી ઉપરની ધરતી હલવા લાગે છે અને વધુ પડતા કંપનથી ધરતી ફાટી પણ જાય છે. મોટા આંચકાનાં અનેક મહિના કે સપ્તાહો બાદ હળવા ભૂકંપ આવે છે, આ હળવા આંચકાને આફ્ટરશોક કહેવામાં આવે છે.

મોટી દુર્ઘટના / સ્વીડનમાં Skydiving પ્લેન ક્રેસ, 9 લોકોનાં મોત, PM એ સંવેદના વ્યક્ત કરી

ગાંધીનગરમાં સિસ્મોલોજી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી

વરસાદ, ગરમી, દરિયાના ચક્રવાત, પેટાળમાં જળનું સ્તર જેવા અનેક પરિબળો ભુર્ગિભય સંરચનાઓમાં ફેરફાર કરે છે. આવા ફેરફારોથી રિક્ટર સ્કેલ ઉપર 1.1થી 2.9 મેગ્નિટયુડનાં અનેક કંપનો આવતા રહેતા હોય છે. તેની કોઈ અસર થતી નથી સામાન્ય નાગરિકોને તો તેની ખબર પણ પડતી નથી. પણ 3 મેગનિટયુડથી ઉપરનાં કંપનો મનુષ્ય અને તેમના દ્વારા સર્જાયેલી દુનિયા માટે નોંધવા જરૂરી છે. આઈએસઆઈની સ્થાપના વર્ષ 2માં થઈ ત્યારપછી ગુજરાતનાં પેટાળમાં થઈ રહેલા ફેરફાર મુજબ છેલ્લા 18 વર્ષમાં, 2019 સુધી 3 મેગ્નિટયુડથી વધારે ત્તીવ્રતાનાં 1608 આંચકા નોંધાયા છે, આપને જણાવી દઇએ કે, વર્ષ 2001 નાં ભૂકંપનાં આંચકાઓ બાદ વર્ષ 2006 માં ગાંધીનગરમાં સિસ્મોલોજી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ ધરાના પેટાળમાં થતી નાનામાં નાની હલચલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. રેડ એલર્ટ પર કહેવાતા અને ઝોન-5 માં આવતા કચ્છ જીલ્લામાં હજુ પણ ભૂકંપનાં સંખ્યાબંધ આંચકા આવી જ રહ્યા છે.