વિશ્વભરમાં વધી રહેલા કોરોના સંકટ વચ્ચે, ટોક્યો ઓલિમ્પિક્સમાં પણ મહામારીનું સંકટ જોવા મળી રહ્યું છે. જુલાઈ 23 થી ગેમ્સ શરૂ થવાની છે અને તે પહેલા ટોક્યો ઓલિમ્પિક વિલેજમાં કોરોના સંક્રમણના કેસ સામે આવતા દરેકની ચિંતા વધી ગઈ છે. રવિવારે ખેલ ગામમાં 2 એથલિટ કોરોના સંક્રમિત મળી આવ્યા. જોકે, ચેપગ્રસ્ત એથલિટોના નામ જાહેર કરાયા નથી.
શનિવારે પણ એથલિટ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. 3 દિવસ પહેલા જાપાનમાં હાજર એક ખેલાડી અને 5 કર્મચારીઓને કોરોના ચેપ લાગ્યો હતો.
વિશ્વમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓલિમ્પિક પણ કોરોનાનો સુપર સ્પ્રેડર નહીં બની શકે.
આ પણ વાંચો : ક્રિકેટર શિવમ દૂબેએ ગર્લફ્રેન્ડ સાથે મુસ્લિમ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, જુઓ ફોટો
કોરોના વાયરસના કારણે ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન પહેલા જ એક વર્ષ માટે ટાળવામાં આવ્યું હતું. જાપાનની સરકારે ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને કેટલાક કડક ફેંસલા લીધા છે. જે અંતર્ગત વિદેશી દર્શકોને મદાન પર એન્ટ્રી નહીં મળે.
બોક્સિંગ માટે ખાસ નિયમ
ટોક્યો ઓલિમ્પિક્સ કોવિડ મહામારીને કારણે કેટલાક ખાસ નિયમોની સાથે કડક સુરક્ષા પ્રોટોકોલ સાથે યોજાશે. ટોક્યો ઓલિમ્પિક્સના રમત-વિશેષ નિયમો (એસએસઆર) એ સ્પષ્ટ કર્યું છે કે કોઈ સહભાગીઓ કોવિડ-19 સંક્રમિત થશે તો ફાઇનલ મુકાબલામાં કેવી રીતે થશે. એસએસઆર અનુસાર, બોક્સીંગ ઇવેન્ટની ફાઇનલમાં સ્પર્ધક સંક્રમિત થશે તો પ્રતિસ્પર્ધીને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ આપવામાં આવશે.
આ પણ વાંચો :સાનિયા મિર્ઝા અને શોએબ મલિકને યુએઈ સરકાર દ્વારા ગોલ્ડન વિઝા અપાયા
એસએસઆરએ નિર્ણય લીધો છે કે જો કોઈ બોક્સિંગ ઇવેન્ટના ફાઇનલિસ્ટ કોરોના વાયરસથી સંક્રમિત થશે, તો વિરોધીને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. નિયમો હેઠળ, કોવિડ -19 માટે સકારાત્મક હોવાનું જણાતા ભાગ લેનારને સિલ્વર મેડલ આપવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) અને આંતરરાષ્ટ્રીય ફેડરેશન (આઈએફએસ) દ્વારા સંયુક્ત રીતે આ નિયમો બનાવવામાં આવ્યા છે. કોરોના મહામારી દરમિયાન સમગ્ર રમતને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે કેટલાક વિશેષ નિયમો મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો :ટોક્યો ઓલમ્પિકને પણ કોરોનાનું ગ્રહણ, પ્રથમ કેસ નોંધાતા મચ્યો હડકંપ
