Not Set/ અર્થતંત્ર/ FDIમાં વૃદ્ધિ બતાવે છે કે વિશ્વ, ભારત પ્રત્યે સકારાત્મક વલણ ઘરાવે છે : સીતારમણ

ભારતનાં નાણાંમંત્રી નિર્મલા સીતારામણ દ્વારા રાજ્યસભામાં બજેટ પર ચર્ચા સમયે માહિતી આપતા કહ્યું હતું કે, ભારત પ્રત્યેનાં વૈશ્વિક વલણો અનુકૂળ મૂડમાં છે અને તે રોકાણકારો દ્વારા સાબિત કરી દેવામાં આવ્યું છે. ભારતમાં કરવામાં આવેલા વિદેશી રોકાણો દ્વારા જોવા મળે છે કે, વિશ્વનાં રોકાણકારોને ભારત અને ભારતીય અર્થતંત્ર પર વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે, નાણાંમંત્રી દ્વારા […]

Uncategorized
nirmala અર્થતંત્ર/ FDIમાં વૃદ્ધિ બતાવે છે કે વિશ્વ, ભારત પ્રત્યે સકારાત્મક વલણ ઘરાવે છે : સીતારમણ

ભારતનાં નાણાંમંત્રી નિર્મલા સીતારામણ દ્વારા રાજ્યસભામાં બજેટ પર ચર્ચા સમયે માહિતી આપતા કહ્યું હતું કે, ભારત પ્રત્યેનાં વૈશ્વિક વલણો અનુકૂળ મૂડમાં છે અને તે રોકાણકારો દ્વારા સાબિત કરી દેવામાં આવ્યું છે. ભારતમાં કરવામાં આવેલા વિદેશી રોકાણો દ્વારા જોવા મળે છે કે, વિશ્વનાં રોકાણકારોને ભારત અને ભારતીય અર્થતંત્ર પર વિશ્વાસ છે.

ઉલ્લેખનીય છે કે, નાણાંમંત્રી દ્વારા રાજ્યસભામાં FDI નાં આંકડા આપવામાં આવ્યા હતાય નાણાંંમંત્રીએ જણાવ્યુંં કે, વર્ષ એપ્રિલ-નવેમ્બર 2019-20માં ચોખ્ખો એફડીઆઈ પ્રવાહ 24.4 અબજ છે, જે એપ્રિલ-નવેમ્બર 2018-19માં 21.1 અબજ હતો. પાછલા નાણાકીય વર્ષની તુલનામાં વર્ષ 2019-2020માં તેમાં વૃદ્ધિ નોંધવામાં આવી છે.

રાજ્યસભામાં નાણાંમંત્રી નિર્મલા સીતારામણ દ્વારા GDP પર માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2014-15માં ભારતનો GDP 2 ટ્રિલિયન અમેરિકન ડોલર હતો, જે વર્ષ 2019-20 નજીવો વધીને 2.9 ટ્રિલિયન અમેરિકન ડોલર થઈ ગયો છે. આમ જોવામાં આવે તો પાછલા પાંચ વર્ષમાં GDPમાં કોઇ ડાઉન ફોલ નોંધવામાં આવ્યો નથી બલકે, નજીવી વૃદ્ધિ નોંધવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, હાલ સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને ગઇ કાલે ભાજપ દ્વારા પોતાનાં તમામ સાંસદોને 3 લાઇન વ્હિપ આપી સંસદમાં હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.