મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણેજ અને મોજર બેયર કંપનીના પૂર્વ નિર્દેશક રતુલ પુરીની ઈન્ફોર્સેમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) સોમવારે રાતે ધરપકડ કરી લીધી હતી. મોયર બેયર કંપનીના 354 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડ કેસમાં પુરી પર કાર્યવાહી કરવામાં આવી છે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પર સીબીઆઈએ રતુલ પુરી અને 4 અન્ય લોકોની વિરુદ્ધ રવિવારે કેસ કર્યો હતો. આ મામલમાં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટ અંતર્ગત કેસ કરી ધરપકડ કરી છે. તેમને આજે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી કરી હતી.
Moser Baer statement: The arrest by Enforcement Directorate is unfortunate. Moser Baer had operated in accordance with all legal compliances and this case now, when Moser Baer is in National Company Law Tribunal (NCLT), is motivated. https://t.co/nISXXkFZD2
— ANI (@ANI) August 20, 2019
અગસ્તા વેસ્ટલેન્ડ મની લોન્ડરિંગ કેસ મામલે ધરપકડ કરવામાં આવેલ ઉદ્યોગપતિ રતુલ પુરીને દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) કાર્યાલયથી રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ઉદ્યોગપતિ રતુલ પુરીને દિલ્હીની કોર્ટ સમક્ષ રજૂ કરી 14 દિવસની કસ્ટડી માંગી છે.
Agusta Westland money laundering case: Enforcement Directorate (ED) has produced businessman Ratul Puri before the Court in Delhi. ED seeks 14-day custody of Ratul Puri. https://t.co/MwOoYVvM5U
— ANI (@ANI) August 20, 2019
આ મામલે રતુલનાં મામા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, કમલનાથ જણાવ્યું હતું કે, તેના ભાણેજ અને ઉદ્યોગપતિ રતુલ પુરીની ધરપકડ જ અંગે કરવામાં આવી છે અને તેઓ જે ધંધો કરે છે તેની સાથે મારો કોઈ સંબધ નથી. મારા માટે, તે એક માલાફાઇડ ક્રિયા છે. અને મને પૂરો વિશ્વાસ છે કે કોર્ટ આમાં સુધારાત્મક વલણ જરૂર લેશે.
Madhya Pradesh Chief Minister, Kamal Nath on arrest of his nephew & businessman Ratul Puri: I have no connection with the business they are doing. To me, it appears to be a purely mala fide action. I have full faith that courts will take corrective stand in this. pic.twitter.com/p6xNN2jsDF
— ANI (@ANI) August 20, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
