Not Set/ એકતા કપૂરની ફરિયાદ, સ્ટાર્સ કરતાં વધુ ખર્ચા અને નખરાં એમનાં મેનેજર્સના હોય છે

એકતા કપૂરે મુંબઈમાં યોજાયેલ એક પ્રેસ કોન્ફરન્સમાં એમનો બોલીવુડનો અનુભવ શેર કર્યો હતો. બોલીવુડના સ્ટાર્સનાં મેનેજરને લઈને એકતા કપૂરને ફરિયાદ છે. જયારે એકતાને સવાલ કરવામાં આવ્યો કે નાના પડદે સફળતા મેળવ્યા બાદ ફિલ્મોની દુનિયામાં આવવું કેટલું મુશ્કેલ અને ચેલેન્જીંગ હતું? ત્યારે જવાબમાં એકતાએ બોલીવુડના મોટા સ્ટાર્સ સાથે કામ કરવા સમયે પોતાને થયેલાં ખરાબ અનુભવોને યાદ […]

Uncategorized
ekta kapoor એકતા કપૂરની ફરિયાદ, સ્ટાર્સ કરતાં વધુ ખર્ચા અને નખરાં એમનાં મેનેજર્સના હોય છે

એકતા કપૂરે મુંબઈમાં યોજાયેલ એક પ્રેસ કોન્ફરન્સમાં એમનો બોલીવુડનો અનુભવ શેર કર્યો હતો. બોલીવુડના સ્ટાર્સનાં મેનેજરને લઈને એકતા કપૂરને ફરિયાદ છે. જયારે એકતાને સવાલ કરવામાં આવ્યો કે નાના પડદે સફળતા મેળવ્યા બાદ ફિલ્મોની દુનિયામાં આવવું કેટલું મુશ્કેલ અને ચેલેન્જીંગ હતું? ત્યારે જવાબમાં એકતાએ બોલીવુડના મોટા સ્ટાર્સ સાથે કામ કરવા સમયે પોતાને થયેલાં ખરાબ અનુભવોને યાદ કર્યા હતા.

જોકે એકતાએ કોઈ સ્ટાર્સના નામ લીધા ન હતા પણ એટલું જણાવ્યું હતું કે ખર્ચનાં મામલે સ્ટાર્સ કરતાં તો વધુ ખર્ચા અને નખરાં એમનાં મેનેજર્સની ટીમનાં હોય છે.

એકતાએ કહ્યું હતું કે, ‘નાના પડદે કામ કર્યા બાદ જયારે મેં ફિલ્મ નિર્માણમાં પ્રવેશ કર્યો ત્યારે મારા માટે એ સમજવું મુશ્કેલ થઇ ગયું હતું કે હવે અહિયાં મારો નિર્ણય નહી ચાલે. અહિયાં ડાયરેક્ટર, લાઈન પ્રોડ્યુસર સહિત બીજા લોકો પણ હશે જે નિર્ણય લેશે. પછી મોટા એક્ટર આવશે જે તમારી બની બનાવેલી સ્ટોરી અથવા સ્ક્રીપ્ટમાં ફેરફાર કરશે, એટલે મેં નાની ફિલ્મો પહેલાં બનાવી.’

વધુમાં તેઓ વાત કરતાં હતા કે, ‘મારી પહેલી મોટી ફિલ્મ અજય દેવગણ સાથેની વન્સ અપોન ટાઇમ ઇન મુંબઈ હતી. આ ફિલ્મનું નિર્માણ આરામથી થઇ ગયું હતું. મેં વધારે એ જ સ્ટાર્સ સાથે કામ કર્યું છે જે પોતે પણ મારી સાથે કામ કરવા ઇચ્છતા હોય, મારાં કામનું સન્માન પણ કરતા હતા અને વધારે રોક ટોક પણ કરતાં ન હતા. હું મોટા સ્ટાર્સથી એટલે પણ દુર રહી કારણકે મને લાગતું હતું કે હું એમને હેન્ડલ નહી કરી શકું.’

પોતાનાં ખરાબ અનુભવ વિષે વાત કરતાં એકતાએ જણાવ્યું કે, ‘તમે જયારે મોટા સ્ટાર્સ સાથે કામ કરો છો ત્યારે સ્ટાર્સ કરતા એમનાં મેનેજર્સ સાથે ડીલ કરવી મુશ્કેલ હોય છે. મેનેજર્સનાં કારણે એક મોટા સ્ટાર પાછળ ફાઈવસ્ટાર હોટેલમાં 12 રૂમ બુક કરવા પડે છે. અમે લોકો જે ટીવીની દુનિયામાંથી આવ્યા છીએ, અમે લોકો એક રૂમમાં 12 લોકોની જગ્યા બનાવતા હતા અને આ 12 લોકોમાં હું ખુદ પણ શામેલ હોતી હતી. અચાનક આ રીતે બજેટ વધવું એ બહુ મોટો શોક હોય છે.’