કહેવાય છે પ્રેમ ક્યારેય વૃદ્ધ નથી થતો,તેની કોઈ ઉમર કે સીમા હોતી નથી, પ્રેમને અમર માનવામાં આવે છે.મોટાભાગના લોકો પ્રેમમાં વિશ્વાસ ધરાવતા હોય છે,તેમના માટે પ્રેમ એક સુંદર કવિતા સમાન હોય છે, જેના દરેક શબ્દે શબ્દે પ્રેમ છલકાય છે. જેને દર્શાવતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ વાયરલ વીડિયો એક બંગાળી દંપતીનો છે જેમની સુંદર હરકતો તમારા હૃદયને આનંદથી ભરી દેશે. આપને જણાવી દઈએ આ વીડિયોને 4 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
આ વીડિયોમાં એક વૃદ્ધ માણસ તેની પત્નીને સતત નડતો જોવા મળી રહ્યો છે,જે પાંદડાવાળા શાકભાજીને સરખા કરવામાં વ્યસ્ત છે.આ વીડિયોને કોલકાતા ચિત્રોગ્રાફી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા વાયરલ વીડિયોમાં તેઓ એકદમ રોમેન્ટિક દેખાય છે.
View this post on Instagram
આ વાયરલ વીડિયોમાં તમે કપલને ડાઇનિંગ ટેબલ પર સાથે બેઠેલા જોઈ શકો છો. વૃદ્ધ માણસ તેની પત્નીને પ્રેમથી ધક્કો મારે છે અને તે ચિડાઈ જાય છે. તેમની રમતિયાળ હરકતો લોકોને ખુબજ પસંદ આવી રહી છે. વૃદ્ધ માણસ તેની પત્નીનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા ઇચ્છે છે અને તેને કામથી વિચલિત કરવામાં કોઈ કસર છોડતો નથી.
જેને ધ્યાનમાં લઈ એક યુઝરે કમેન્ટમાં લખ્યું છે કે “આહ, મારું હૃદય ભરાઈ ગયું છે. પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, ઝઘડો, ગુસ્સો અને હુફની કોઈ સીમા હોતી નથી,”
આ પણ વાંચો:આ યુવકે પોતાના અટપટા અંદાજથી બધાને હસવા પર કર્યા મજબૂર,જોઈ ને તમે પણ બોલશો વાહ…
આ પણ વાંચો:આવું સેલિબ્રેશન જોઇને ICC પણ દંગ રહી ગયું, વેસ્ટ ઈન્ડિઝના સ્પિનરે વિકેટ લીધા બાદ કર્યું આવું….
આ પણ વાંચો:બસ ડ્રાઈવરનો જુગાડ જોઈ લોકો થયા આશ્ચર્યચકિત, વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો:માણસને જીવતો ગળી ગઈ શાર્ક, આ વીડિયો જોઇને તમારા રુંવાડા ઉભા થઇ જશે
