Viral Video/ બસ ડ્રાઈવરનો જુગાડ જોઈ લોકો થયા આશ્ચર્યચકિત, વીડિયો થયો વાયરલ

એક વ્યક્તિએ જુગાડ કરી કંઈક એવું કર્યું છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો યુપી રોડવેઝની બસનો છે. જેમાં બસના ગિયર માટે ડ્રાઈવરે કરેલો જુગાડ તમને વિચારતા કરી દેશે.

Videos
આશ્ચર્યચકિત

ભારતીય લોકો માટે કહેવાય છે કે તે જુગાડ કરવામાં એક્સપર્ટ હોય છે પછી તે કોઈ પણ વસ્તુ કેમ ના હોય.સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થશે તેનો કોઈ અંદાજો લગાવી શકતું નથી. તમે જુગાડ કરતાં ઘણા બધા વીડિયો જોયા હશે. ત્યારે આવો જ એક જુગાડું વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

જુગાડ માટે વ્યક્તિઓ ક્યારે કઈ વસ્તુમાંથી શું અજબ ગજબ  બનાવશે તે કહી શકાતું નથી. ક્યારેક કોઈ કારને હેલિકોપ્ટર બનાવે છે, તો ક્યારેક કોઈ ઈંટમાંથી કૂલર બનાવે છે,હવે આ વ્યક્તિને જ જોઈ લ્યો. એક વ્યક્તિએ જુગાડ કરી કંઈક એવું કર્યું છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો યુપી રોડવેઝની બસનો છે. જેમાં બસના ગિયર માટે ડ્રાઈવરે કરેલો જુગાડ તમને વિચારતા કરી દેશે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડ્રાઈવર બસ ચલાવી રહ્યો છે અને ગિયરને કપડાથી બાંધીને તેણે તેની પાછળની સીટ પર બેઠેલા એક મુસાફરને પકડાવી દીધો છે. મુસાફરને જોતા એવું લાગે છે કે તે ઘોડાગાડી  પર બેઠો છે અને તેના હાથમાં ઘોડાની લગામ પકડી છે. મુસાફર પણ ગંભીર મુદ્રામાં બેઠેલા જોવા મળે છે. આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું- ગિયર પેસેન્જરે રાખ્યું છે, આવું સાહસ ફક્ત ભારતમાં જ જોવા મળે છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો પર લોકોએ  ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- બસ ચાલી રહી છે, આજ  મોટી વાત છે. અન્ય એક યુઝરે લખ્યું – રોહિત શેટ્ટીએ આ બસ ડ્રાઈવર પાસેથી શીખવું જોઈએ, જેથી તે તેની આગામી ફિલ્મમાં આવા સ્ટંટ કરી શકે.

આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર યુવકનો અનેક સાપને Kiss કરતો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો:યુવકે પાણીમાં નહીં, કોલ્ડ ડ્રિંકમાં બનાવી મેગી, જોઈને લોકોએ કહ્યું કે….

આ પણ વાંચો:આધાર લિંક કરાવવા બેંકમાં ગઈ હતી મહિલા, અચાનક વાળ ખુલ્લા કરીને કરવા લાગી ડાન્સ

આ પણ વાંચો:ચાલુ બુલેટની ટાંકી પર ગર્લફ્રેન્ડને બેસાડીને યુવક કરી રહ્યો હતો રોમાન્સ, લોકોએ કહ્યું- યમરાજ જલ્દી જ કરશે યાદ

આ પણ વાંચો:કૈસા યે ઇશ્ક હૈ, ગજબ કા રિસ્ક હૈ! દિલ્હીના રસ્તા પર આ રીતે રોમાન્સ કરતા જોવા મળ્યું કપલ