Gandhinagar News/ વાવની પેટાચૂંટણીને લઈને ચૂંટણીપંચનું જાહેર નામુઃ 48 કલાક પૂર્વે ઓપિનિયન પોલ પર પ્રતિબંધ

ગુજરાતમાં 13 નવેમ્બર 2024થી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ વાવ વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 2024 10 23T164416.174 વાવની પેટાચૂંટણીને લઈને ચૂંટણીપંચનું જાહેર નામુઃ 48 કલાક પૂર્વે ઓપિનિયન પોલ પર પ્રતિબંધ

Gandhinagar News: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં 13 નવેમ્બર 2024થી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ વાવ વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે.

આ જાહેરનામા અનુસાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ-126(ક) ની પેટાકલમ (1)થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (2) ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે 13 નવેમ્બરે 2024ને બુધવારના સવારે સાત વાગ્યાથી 20 નવેમ્બર 2024 બુધવારના સાંજના સાડા છ વાગ્યા દરમિયાનના સમયગાળામાં પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘ઍક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે. તેની સાથે જ અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર કરવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જોગવાઈઓનો ભંગ કરનારને બે વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.

સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં

આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર ‘ઓપિનિયન પોલ’ સંદર્ભે, વાવ વિધાનસભાની પેટાચૂંટણીનો મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ ‘ઓપિનિયન પોલ’ કે અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત ચૂંટણી સંબંધી કોઈપણ પ્રકારનું સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં.

સભા માટે પરવાનગી લેવી પડશે

જિલ્લાના નાગરિકો આચારસંહિતાને લગતી રજુઆતો બાબતે જિલ્લા ફરિયાદ કંટ્રોલરૂમ નંબર ૧૮૦૦૨૩૩૨૦૨૪ ઉપર સંપર્ક કરી શકાશે. ૭-વાવ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી અંતર્ગત આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે ૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ કક્ષાએ તાલુકા મુજબ પણ નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે.આ સાથે ૭–વાવ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી અન્વયે સભા/સરઘસ/રેલી/લાઉડસ્પીકર/હંગામી ચૂંટણી કચેરીની ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો દ્વારા પૂર્વ પરવાનગી મેળવવા બાબતે નોડલ અધિકારીશ્રી અને મામલતદારશ્રી સુઈગામની નિમણૂક કરાઈ છે. જેમનો ટેલિફોન નંબર ૦૨૭૪૦-૨૨૩૬૦૧ છે.

કંટ્રોલ રૂમ કાર્યરત

ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા વાવ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીના કાર્યક્રમની તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ જાહેરાત કરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાના નિયંત્રણ તેમજ પ્રત્યાયન (Communication) માટે તથા મળતી ફરિયાદોના નિકાલ માટે જિલ્લા કક્ષાએ તથા ૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે.

વાવ મામલતદારનો કરી શકાશે સંપર્ક

જિલ્લા તથા વાવ વિધાનસભા અંતર્ગત કંટ્રોલરૂમ પર દેખરેખ રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જિલ્લા કંટ્રોલરૂમ ઉપર દેખરેખ માટે કમ્પલેઇન્ટ રીડ્રેસલ અને વોટર હેલ્પલાઇન અને પ્રોગ્રામ ઓફીસર (આઈ.સી.ડી.એસ.)ની તથા વાવ વિધાનસભા વિસ્તારમાં મામલતદાર સુઈગામની નિમણૂક કરાઈ છે. નાગરિકો જિલ્લા કક્ષાની હેલ્પ લાઇન નંબર 18002332024 તથા વાવ અંતર્ગત 02740-223601 નંબર પર સંપર્ક કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અયોધ્યાની મિલ્કીપુર સીટને લઈને મોટા સમાચાર, દાખલ કરાયેલી અરજી પાછી ખેંચવાની જાહેરાત, પેટાચૂંટણીનો રસ્તો સાફ?

આ પણ વાંચો: વિસાવદરમાં પેટાચૂંટણીઃ હાઇકોર્ટે જાહેર હિત અરજી ફગાવી

આ પણ વાંચો: વિધાનસભા પેટાચૂંટણીમાં આજે 7 રાજ્યમોમાં થશે મતદાન, પંજાબ અને બિહારમાં મહત્વનો મુકાબલો