દેશમાં કોરોનાવાયરસ સંક્રમણના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. ઘણાં શહેરોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. દરમિયાન, પશ્ચિમ બંગાળમાં, ચૂંટણી પૂર્વે, કોરોના વાયરસ સંક્રમણ (COVID-19) વિશે અહેવાલો આવ્યા છે. આ આંતરિક સર્વે મુજબ રાજ્યના 19 જિલ્લાઓમાં કોરોના સંક્રમણને લઈને સ્થિતિ એકદમ ગંભીર છે. આ સ્થળોએ સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. તે જ સમયે, મધ્ય પ્રદેશ સરકાર રવિવારે 2 થી 3 શહેરોમાં લોકડાઉન કરવાની વિચારણા કરી રહી છે.

પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે 15 માર્ચથી 21 માર્ચ દરમિયાન રાજ્યમાં કોરોના સંક્રમણનો દર 1.35 ટકાથી વધીને 1.78 ટકા થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના 19 જિલ્લાઓને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે.

સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે 15 માર્ચથી 21 માર્ચની વચ્ચે કેરોના સંક્રમણનો દર 2.09 ટકાથી વધીને 3.04 ટકા થયો છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના 404 નવા કેસ નોંધાયા છે. આ પછી, બંગાળમાં કેસની કુલ સંખ્યા 5.81 લાખ થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,310 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સમયે 3656 સક્રિય કેસ છે.
મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ માહિતી આપી છે કે ઇન્દોર અને ભોપાલમાં દરરોજ 300 થી 400 નવા કેસ આવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘જો સંક્રમણના કિસ્સાઓ આ રીતે વધતા રહેશે, તો આપણે ફરીથી પહેલા જેવી જ સ્થિતિમાં પહોંચીશું. હું લોકોને હાથ જોડી અને માર્ગદર્શિકાનું પાલન કરવા માટે કહું છું. તેમજ સરકાર રવિવારે 2 થી 3 શહેરોમાં લોકડાઉન લાદવાની વિચારણા કરી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
