અમદાવાદ કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનમાં સફાઈ કામદારો પડતર પ્રશ્નોને મામલે તમામ સફાઈ કામદારો હડતાળ પર ઊતરી જતાં શહેરની સફાઈની રોજિંદી કામગીરી ખોરવાઈ ગઈ છે. શહેરમાં ઠેરઠેર કચરાના ઠગલા જોવા મળી રહ્યાં છે. તો જોઈએ અમદાવાદની ગંદકીભરી પરિસ્થિતિ
- સફાઈ કામદારોની હડતાલને પગલે અમદાવાદમાં ગંદકીનો ઢગલો
- સફાઈ કામદારોની હડતાળથી મુશ્કેલી
- શહેરની વધતી ગંદકીને લઇ શહેરીજનોનો આક્રોશ,
- સમાધાન ન થાય તો નેતાઓ સફાઈ કરે : જનતા
અમદાવાદના સફાઈ કર્માચારીઓ વિવિધ માગને લઈને હડતાળ પર ઉતર્યા છે ત્યારે સફાઈ કામદારોની હડતાળનો આજે ચોથો દિવસ છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યાં છે ત્યારે બોડકદેવમાં પણ ઠેર-ઠેર ઢગલા જોવા મળી રહ્યા છે. ગંદકીના ઢગને કારણે આસપાસના રહીશો પરેશાન થઇ ગયા છે અને આ પ્રશ્નનું જલ્દી નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું જેને લઇને અમદાવાદ શહેર સહિતના તમામ શહેરોમાં કોર્પોરેશનના અધિકારીઓથી લઈને કોર્પોરેટરો સુધી સફાઈ અભિયાન માટે ફોટા પાડવામાં આવ્યા હતા પરંતુ હાલ એક પણ કોર્પોરેટર કે અધિકારી છેલ્લા ચાર દિવસથી પોતાના વિસ્તારમાં ફર્યા પણ નથી જેને લઇને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
હાલ તો અમદાવાદ મહાનગરપાલિકાના 17 હજારથી પણ વધારે કર્મચારીઓ છેલ્લા ચાર દિવસથી સફાઈ હડતાળ પર છે. તેમની મુખ્ય માગણી છે કે નવા પશ્ચિમ ઝોનના બાસઠ સો કર્મચારીઓને વારસાઇના હક આપવામાં આવે જે નથી આપવામાં આવી રહ્યો. અને જ્યાં સુધી આપવામાં નહીં આવે ત્યાં સુધી સફાઈ કામદારો ફરજ પર હાજર નહીં થાય ત્યારે સફાઈ કામદારોની હડતાલના પગલે અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે જો હડતાળ સમેટાઈ નહીં તો આવનારા દિવસમાં અમદાવાદ નો ચિતાર અલગ જ જોવા મળશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
