Not Set/ આનંદો !! આગામી સપ્તાહમાં રાજ્યમાં પડશે સારો વરસાદ : આગાહી

વરસાદ ખેંચાતા રાજ્યનાં ખેડૂતથી લઇને આમ માણસોનાં શ્વાસ અધરતાલ થઇ ગયા છે. ત્યારે રાજ્યનાં ખેડૂતો અને સામાન્ય માણસો માટે સારા સમાચાર આવી ગયા છે. હવામાન ખાતા દ્રારા આગાહી આપવામાં આવી છે કે, આગામી સપ્તાહમાં રાજ્યભરમાં સારો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં ફરી પાછું સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયુ હોવાથી આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદને લઇને આનંદ લાવશે તેવુ ચોક્કસથી […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others

વરસાદ ખેંચાતા રાજ્યનાં ખેડૂતથી લઇને આમ માણસોનાં શ્વાસ અધરતાલ થઇ ગયા છે. ત્યારે રાજ્યનાં ખેડૂતો અને સામાન્ય માણસો માટે સારા સમાચાર આવી ગયા છે. હવામાન ખાતા દ્રારા આગાહી આપવામાં આવી છે કે, આગામી સપ્તાહમાં રાજ્યભરમાં સારો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં ફરી પાછું સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયુ હોવાથી આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદને લઇને આનંદ લાવશે તેવુ ચોક્કસથી જણાઇ રહ્યું છે.

આમ પણ કહેવાત છે ને કે જે કામ બગાડે તે જ કામ સવારે, તેમ ગુજરાતનાં આંગણે ટકોરા દેવાની તૈયારીમાં ઉભેલા વરસાદને વાવાઝોડું ઉડાવીને લઇ ગયું હતું. તો ફરી પાછું તે જ સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયુ હોવાથી ગુજરાતમાં વરસાદ આવશે.

આગાહી અનુસાર આજથી 23 જુલાઈ સુધી રાજ્યમાં મધ્યમ વરસાદ જોવામાં આવી શકે છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામા આવી છે. તો સાથે સાથે હિમાચલની તળેટીમાં સ્થિર થયેલો ટ્રફ સરકતા વરસાદ પડવાની શક્યતા બમણી થઇ ગઇ છે. ત્યારે આ બે કારણો સાથે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા જગતના તાતમાં ખુશી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન