મુંબઈ
માધુરી દિક્ષિત અને સંજય દત્ત પુરા 21 વર્ષ પછી કરણ જોહરની ફિલ્મ ‘કલંક’માં સાથે કામ કરી રહ્યા છે. પહેલા જાણવા મળી રહ્યું હતું કે આ બંને ફિલ્મમાં તો છે પરંતુ સાથે કોઈ સીન કરવાના નથી. આ વાતથી બંનેના ફેન્સ ઘણા નિરાશ થયા હતા. પરંતુ હવે કે રીપોર્ટ સામે આવી રહી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે બંને સ્ટાર્સે કેટલાક સીન સાથે શૂટ કર્યા છે.

એક રીપોર્ટ મુજબ બંને સ્ટાર્સે તાજેતરમાં મુવી માટે એક સાથે સીન શૂટ કર્યા છે. જો કે આ વાતને લઈને કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી. જણાવીએ કે થોડા દિવસ પહેલા માધુરીની પૂછવામાં આવ્યું કે લાંબા સમય પછી સંજય દત્ત સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો છે? આ સાવલ પર તેઓએ સીધી રીતે કંઈ પણ કહેવાથી બચતા તેમને જવાબ આપ્યો કે “કલંક સંજય દત્તના સિવાય વરુન ધવન અને આલિયા ભટ્ટની પણ ફિલ્મ છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે માધુરીએ ફિલ્મમાં સંજય દત્ત સાથે કોઈ પણ સીન ન કરવાની શરત રાખીને કરણ જોહરને ફિલ્મમાં કામ કરવાની મંજુરી આપી હતી.

આપને જણાવી દઈએ કે સંજય દત્તની લાઈફમાં માધુરી દિક્ષિતનો મહત્વનો રોલ રહ્યો છે. પરંતુ બંને સ્ટાર્સે આ બાબત પર કોઈ પણ ઓફિસિયલ કોમેન્ટ આપ્યું નથી. થોડા દિવસ પહેલા સંજય દત્તની બાયોપિક ‘સંજુ’માં પણ માધુરી સાથે જોડાયેલ એક સીન બતાવવામાં આવ્યો હતો. પરંતુ માધુરીની રિક્વેસ્ટ પર તે સીનને હટાવવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, સંજય-માધુરીના વચ્ચે ઘણા લાંબા સમય સુધી અફેયર રહ્યું હતું. જો કે બંનેના લગ્ન તો થઇ શક્યા નથી. પરંતુ સંજય દત્ત ગયા વર્ષે એક નિવેદનમાં લોકોને ચોંકાવી દીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ માધુરી દીક્ષિત સાથે લગ્ન કરવા માંગતા હતા. જો કે, આ વાત પર હેરાન થવા જેવું કંઈ જ નથી કારણ કે સંજય દત્તએ આ વાત મજાકમાં કહી હતી. જણાવીએ કે ગત વર્ષે ગોવા ફેસ્ટિવલમાં સંજય દત્તને પૂછવામાં આવ્યું હતું કે જે તેમે મોકો આપવામાં આવે તો તેઓ કઈ બોલિવૂડ એક્ટ્રેસ સાથે લગ્ન કરવાનું પસંદ કરશે? તેઓએ જવાબ આપ્યો કે શું કોઈ માન્યતા દત્તને ઓળખે છે? કોઈ નથી ઓળખાતા?પરંતુ હું માધુરી દીક્ષિત સાથે લગ્ન કરવાનું પસંદ કરીશ.


