Not Set/ આલિયા ભટ્ટ એરપોર્ટ પર જોવા મળી કંઈ આ અંદાજમાં, થઇ ગઈ ટ્રોલ

મુંબઇ, બોલિવૂડ સેલિબ્રિટીઝ મુંબઈ એરપોર્ટ પર નજર આવે તે સામાન્ય વાત છે, પરંતુ તેને લઇને ફેન્સ વચ્ચે ઘણો ક્રેઝ રહે છે. ઘણી વખત તો ફેન્સ તેમના ફેવરેટ સ્ટારને એરપોર્ટ પર જોઈએ અથવા તો તેમના પીછો કરે છે અથવા પછી તેમની સાથે સેલ્ફીની ડિમાન્ડ કરે છે. તેમના એરપોર્ટ લૂકને લઈને પણ ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સ ચર્ચામાં રહે […]

Uncategorized
aali આલિયા ભટ્ટ એરપોર્ટ પર જોવા મળી કંઈ આ અંદાજમાં, થઇ ગઈ ટ્રોલ

મુંબઇ,

બોલિવૂડ સેલિબ્રિટીઝ મુંબઈ એરપોર્ટ પર નજર આવે તે સામાન્ય વાત છે, પરંતુ તેને લઇને ફેન્સ વચ્ચે ઘણો ક્રેઝ રહે છે. ઘણી વખત તો ફેન્સ તેમના ફેવરેટ સ્ટારને એરપોર્ટ પર જોઈએ અથવા તો તેમના પીછો કરે છે અથવા પછી તેમની સાથે સેલ્ફીની ડિમાન્ડ કરે છે. તેમના એરપોર્ટ લૂકને લઈને પણ ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સ ચર્ચામાં રહે છે. તેઓ પોતે પણ આ બાબત વિશે ખૂબ સજગ રહે છે કે આ દરમિયાન તે કેઝ્યુઅલ રૂપમાં પણ સ્ટાઇલિશ લાગે.

તાજેતરમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટને મુંબઇ એરપોર્ટ પર જોવામાં આવી હતી. તે અભિષેક વર્મનની આગામી ફિલ્મ ‘કલંક’ના શૂટ માટે હૈદરાબાદ જઈ રહી હતી અને આ દરમિયાન તેણે એક ફ્લોરલ પ્રિંટ વાળું નાઇટ સુટ પહેરેલુ હતું. આ ડ્રેસ એક પોપ્યુલર ઇન્ટરનેશનલ બ્રાન્ડની હતી અને તેની કિંમત લગભગ 1.78 લાખ રૂપિયા હતી.

Master આલિયા ભટ્ટ એરપોર્ટ પર જોવા મળી કંઈ આ અંદાજમાં, થઇ ગઈ ટ્રોલ

જ્યાં આલિયાના કેટલાક ચાહકો આ ડ્રેસથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યાં જ ઘણા એવા પણ હતા કે જેમણે આલિયાની આ ડ્રેસ અને લૂકના માટે ટ્રોલ કરી દીધી. કેટલાક લોકોએ તો આલિયાના ફેશન સેન્સ પર પ્રશ્ન ઉઠાવતા તેને ડમ્બ જ કહી દીધી.

Image result for alia bhatt airport troll

જો વાત કરવામાં આવે ફિલ્મ વિશે તો આલિયા પાસે ‘કલંક’ ઉપરાંત અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ છે, જેમાં તેની અપોજિટ રણબીર કપૂર જોવા મળશે. તો તે રણવીર સિંહ સાથે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’માં પણ નજરે પડશે, જેનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

Image result for alia bhatt airport troll