Not Set/ કલ્કી કોચલિને આપ્યો બેબી ગર્લને જન્મ, પહેલાથી જ વિચારી રાખ્યું હતું નામ

બોલિવૂડ એક્ટ્રેસ કલ્કી કોચલિને 7 ફેબ્રુઆરીએ એક પુત્રીને જન્મ આપ્યો છે. તેણીની માતા બનવાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા સામે આવી છે. કલ્કી પ્રથમ વખત માતા બનવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી અને તેણીએ તેની પ્રેગ્નન્સી ફેજને ઘણો એન્જોય કરી રહી હતી. તેણે પોતાના બાળકનું નામ પહેલેથી જ નક્કી કરી દીધું હતું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન કલ્કીએ […]

Uncategorized
Untitled 77 કલ્કી કોચલિને આપ્યો બેબી ગર્લને જન્મ, પહેલાથી જ વિચારી રાખ્યું હતું નામ

બોલિવૂડ એક્ટ્રેસ કલ્કી કોચલિને 7 ફેબ્રુઆરીએ એક પુત્રીને જન્મ આપ્યો છે. તેણીની માતા બનવાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા સામે આવી છે. કલ્કી પ્રથમ વખત માતા બનવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી અને તેણીએ તેની પ્રેગ્નન્સી ફેજને ઘણો એન્જોય કરી રહી હતી.

તેણે પોતાના બાળકનું નામ પહેલેથી જ નક્કી કરી દીધું હતું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન કલ્કીએ કહ્યું હતું કે તેણીએ તેના બાળકનું નામ નક્કી કરી રાખ્યું છે જે છોકરા અને છોકરી બંનેને સૂટ થઇ શકે. સોશિયલ મીડિયા પર બેબી બંપ ફ્લોન્ટ કરતી વખતે કલ્કી ઘણીવાર ફોટોઝ શેર કરતી હતી.

કલ્કી ગોવામાં વોટર બર્થ દ્વારા તેના બાળકની ડિલીવરી કરાવવા માંગતી હતી, પરંતુ તેની ડિલિવરી કેવી રીતે થઈ તે અંગે હજી સુધી માહિતી બહાર આવી નથી.

કલ્કી તેના બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગના બાળકની માતા બની છે. જો કે તેઓએ હજુ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ હવે બાળકના જન્મ પછી બંને જલ્દીથી લગ્ન કરવાનો પ્લાન બનાવી શકે છે.

કલ્કીએ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સાથે વર્ષ 2011 માં લગ્ન કર્યા હતા, જો કે તેમના લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ન હતા અને 2015 માં બંને અલગ થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.