મુંબઈ
એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૈન શોષણનો આરોપ લગાવ્યા પછી તેમના સામે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. માહિતી અનુસાર આ ફરિયાદમાં નાના પાટેકરના સાથે સાથે ગણેશ આચાર્યનું પણ નામ શામિલ કરવામાં આવ્યું છે. તનુશ્રી આ વિશે ટ્વીટર પર ટ્વીટ કરીને જાણ કરી છે.
તનુશ્રીએ આરોપ લગાવ્યો છે કે વર્ષ 2008માં આવેલ ફિલ્મ ‘હોર્ન ઓક પ્લીઝ’ માટે તેને એક આઈટમ સોંગ શૂટ કરવાનું હતું. શુટિંગના દિવસ નાના પાટેકર પણ શુટિંગના દિવસે સેટ પર હાજર હતા.તનુશ્રીનો આરોપ છે કે શૂટ દરમિયાન નાના પાટેકરે તેની નજીક આવ્યા અને તેને ખરાબ રીતે સ્પર્શ કરવાનું શરુ કર્યું અને આ મામલે વિરોધ કરવા પર નાના પાટેકરે તેના સાથે ખરાબ વર્તન પણ કર્યું.
તનુશ્રીએ તેના આરોપમાં એવું પણ કહ્યું કે તેને સોંગ માટે નાના સાથે ઈંટીમેટ સીન શૂટ કરવા માટે ના કહ્યું હતું. જેનાથી નાના પાટેકરનો ઈગો હર્ટ થઇ ગયો અને તે પછી તનુશ્રી ઘણી મુશિબતોનો સામનો કર્યો પડ્યો હતો. કથિત રીતે તેની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. એક્ટ્રેસે આ મામલે સીને એન્ડ ટીવી આર્ટીસ્ટ એસોસિએશને પણ ફરિયાદ કરી હતી. પરંતુ તેઓએ પણ કોઈ પગલા દીધા નહતા.
https://twitter.com/Tanushree_says/status/1048609283150106625
આપને જણાવી દઈએ કે જે સોંગમાં પર વિવાદ થયો હતો એ સોંગને ગણેશ આચાર્ય જ કોરિયોગ્રાફ કરી રહ્યા હતા. વિવાદ સામે આવ્યા પછી ગણેશ આચાર્યએ નાના પાટેકરને સપોર્ટ કર્યો હતો. આના પર તનુશ્રીએ તેને જુઠો અને બે ચહેરાવાળા કહ્યું હતું. તેને કહ્યું કે ગણેશ આચાર્ય સેટ પર જે થયું તેનો સ્વિકાર કરશે નહીં.
જયારે નાના પાટેકર તેમના ઘરે લોખંડવાલા અંધેરી પહોંચ્યા ત્યારે મીડીયાકર્મીઓએ તેમને આ વિશે સવાલ કર્યો ત્યારે તેમને જવાબ આપ્યો કે હું આ મામલે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત કરીશ.
