Not Set/ વાયરલ વીડીયો : આ વિદેશી છોકરી ‘પોટેટો સોંગ’થી આપી રહી છે ઢીંચક પૂજાને ટક્કર

મુંબઈ સોશિયલ મીડિયા પર રોજ કોઈ ને કોઈ ફની વિડીયો આવતા રહેતા હોય છે. જેમાંથી અમુક તેમાં રહેલી ઉટપટાંગ હરકતોને લીધે ખૂબ વાયરલ થઇ જતા હોય છે. સોશિયલ મીડિયાની ક્વીન ઢીંચક પૂજાના ગીતોએ તો ધૂમ મચાવી દીધી હતી. લોકો તેના વિડીયો જોઇને ખુબ હસતા અને માથું પછાડતા હતા. આવો જ એક ફની વિડિયો એક વિદેશી […]

Entertainment Videos

મુંબઈ

સોશિયલ મીડિયા પર રોજ કોઈ ને કોઈ ફની વિડીયો આવતા રહેતા હોય છે. જેમાંથી અમુક તેમાં રહેલી ઉટપટાંગ હરકતોને લીધે ખૂબ વાયરલ થઇ જતા હોય છે.

સોશિયલ મીડિયાની ક્વીન ઢીંચક પૂજાના ગીતોએ તો ધૂમ મચાવી દીધી હતી. લોકો તેના વિડીયો જોઇને ખુબ હસતા અને માથું પછાડતા હતા. આવો જ એક ફની વિડિયો એક વિદેશી છોકરીનો આવ્યો છે, “પોટેટો સોંગ’. તમને નામ સાંભળીને જ હસવું આવી જશે કે બટેટાનું ગીત પણ હોય?! તો જવાબ છે હા, આ વિડિયોને તમે જોશો ત્યારે તમે તમારું હસવાનું રોકી નહી શકો.

આ સોંગમાં છોકરી પોતાનો બટેટા પ્રત્યેનો પ્રેમ દેખાડે છે. આ છોકરી સિવાય બીજા લોકો પણ દેખાય છે સોંગમાં. આ સોંગમાં છોકરી ‘પોટેટો’નો સ્પેલિંગ પણ ગાય છે. આ ગીત ઘણું ફની છે.

તમને હાલમાં ઈન્ટરનેટ આંટી યાદ હશે, હેલ્લો ફ્રેન્ડસ, ચાય પી લો વાળી. આવા ઈન્ટરનેટ સેન્સેશન આવતા જ રહે છે. આ વખતે આ વિદેશી છોકરી લોરા ક્લેરીનો પોટેટો સોંગનો વિડીયો વાયરલ થયો છે જેને જોઇને લોકો માથા પછાડી રહ્યા છે. આ વિડીયો 15 જુલાઈના યુ ટ્યુબ પર પોસ્ટ થયો છે અને અત્યાર સુધીમાં 51 હજાર જેટલા લોકો આ સોંગને જોઈ ચુક્યા છે.

 ઢીંચક પૂજા બાદ આ પોટેટો ગર્લ હવે તમારા દિમાગના તાર હલાવા એન્ટ્રી મારી ચુકી છે.

જુઓ વીડીયો