Not Set/ પ્રિયંકા ચોપરા બાદ પરિણીતી કરશે ચરિત દેસાઈ સાથે લગ્ન?

મુંબઇ, આ મહિનાની શરૂઆતમાં થયેલ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નનાં બધા જ કાર્યક્રમોમાં પ્રિયંકાની કઝિન અને બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા હાજર રહી હતી. સંપૂર્ણ લગ્નમાં પરિણીતી પણ ખુબ ઉત્સાહિત દેખાતી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાના લગ્ન દરમ્યાન પરિણીતી તેમના લગ્નનું રિહર્સલ કરી લીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક […]

Uncategorized
ggp પ્રિયંકા ચોપરા બાદ પરિણીતી કરશે ચરિત દેસાઈ સાથે લગ્ન?

મુંબઇ,

આ મહિનાની શરૂઆતમાં થયેલ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નનાં બધા જ કાર્યક્રમોમાં પ્રિયંકાની કઝિન અને બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા હાજર રહી હતી. સંપૂર્ણ લગ્નમાં પરિણીતી પણ ખુબ ઉત્સાહિત દેખાતી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાના લગ્ન દરમ્યાન પરિણીતી તેમના લગ્નનું રિહર્સલ કરી લીધી હતી.

માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં પરિણીતી ચોપરા તેના કથિત લોંગ ટાઇમ બોયફ્રેન્ડ ચરિત દેસાઈ સાથે લગ્ન કરી શકે છે. જણાવીએ કે પ્રિયંકા ચોપરાની પ્રી-વેડિંગ પાર્ટીના ડિનરમાં ચરિત દેસાઈ પરિણીતી સાથે જોવા મળ્યા હતા.આ ડિનરના ફોટો પણ પ્રિયંકાએ શેર કર્યા હતા અને લખ્યું, ફ્રેન્ડ્સ …ફેમિલી…!’  કહેવાય છે કે જોધપુરમાં લગ્નમાં આમંત્રિત થયેલા મહેમાનોની યાદીમાં ચરિત દેસાઈનું નામ પણ સામેલ હતું.

Master પ્રિયંકા ચોપરા બાદ પરિણીતી કરશે ચરિત દેસાઈ સાથે લગ્ન?

આપને જણાવી દઈએ કે ચરિત આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે અને તેઓ રિતિક રોશન, પ્રિયંકા ચોપડા અને સંજય દત્તની ફિલ્મ ‘અગ્નિપથ’માં કરણ મલ્હોત્રાને આસિસ્ટ પણ કર્યા હતા. આ ઉપરાંત ચરિતે રામ ગોપાલ વર્માની ‘રણ’ માં પણ તેમને આસિસ્ટ કર્યા હતા અને તે ઘણા વર્ષોથી કરણ જૌહરના પ્રોડક્શન હાઉસમાં કામ કરે છે. આ ઉપરાંત તેમણે કેટલાક ગીતો પણ દિગ્દર્શન કર્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે પરિણીતી 2016 માં ડ્રીમ ટીમ ટૂર દરમિયાન ચરિતને મળી હતી. આ દરમિયાન ટૂરમાં કેટરીના કૈફ, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને આદિત્ય રોય કપૂર સાથે હતા.