Not Set/ પૂરા દસ વર્ષ પછી સંજય દત્ત સાથે જોવા મળશે આ એક્ટ્રેસ

મુંબઈ સંજય દત્તની અપકમિંગ ફિલ્મ ‘સંજુ‘માં અભિનેત્રી મનીષા કોઈરાલા સંજય દત્તની માતાની ભૂમિકા નિભાવી રહી છે અને ત્યારબાદ સંજયની આગામી ફિલ્મમાં મનીષા તેઓની પત્નીની ભૂમિકા કરશે. જણાવી એ કે સંજય દત્ત પ્રોડક્શન્સ તેલુગુ હિન્દી ફિલ્મ ‘પ્રસ્થાનામ’ની રિમેક કરવા જઈ રહ્યા છે.જો આ ફિલ્મ ફ્લોર પર આવે તો સંજય દત્ત અને મનિષા કોઈરાલા 10 વર્ષ પછી […]

Entertainment

મુંબઈ

સંજય દત્તની અપકમિંગ ફિલ્મ ‘સંજુ‘માં અભિનેત્રી મનીષા કોઈરાલા સંજય દત્તની માતાની ભૂમિકા નિભાવી રહી છે અને ત્યારબાદ સંજયની આગામી ફિલ્મમાં મનીષા તેઓની પત્નીની ભૂમિકા કરશે. જણાવી એ કે સંજય દત્ત પ્રોડક્શન્સ તેલુગુ હિન્દી ફિલ્મ ‘પ્રસ્થાનામ’ની રિમેક કરવા જઈ રહ્યા છે.જો આ ફિલ્મ ફ્લોર પર આવે તો સંજય દત્ત અને મનિષા કોઈરાલા 10 વર્ષ પછી સ્ક્રીન પર એક સાથે જોવા મળશે.

Image result for sanjay dutt manisha koirala

આપને જાણ છે કે મનિષા સંજય દત્તની આત્મકથારૂપ ફિલ્મ ‘સંજુ’માં કામ કરી રહી છે પરંતુ તે ફિલ્મમાં સંજય દત્તનો રોલ રણબીર કપૂર કરી રહ્યો છે. ફિલ્મમાં, મનિષા સંજયની માતા નરગીસની ભૂમિકા કરી રહી છે.વાત કરીએ ‘પ્રસ્થાનામ’ની તો આ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ છે અને બધા પુરસ્કારો પણ જીત્યા છે. મનીષા અને સંજય પ્રથમવાર ફિલ્મ ‘યલગાર’ સાથે કામ કર્યું હતું.

ફિલ્મ સંજુનું ટ્રેલર બુધવારે રિલીઝ થયું છે. તે ફોક્સ સ્ટાર હિન્દીના YouTube ચૅનલ પર અપલોડ કરવામાં આવ્યું છે.