Not Set/ ‘2.0’ના શુટિંગના મેકઅપમાં જતો હતો આટલો સમય: અક્ષય કુમાર

મુંબઈ, સુપરસ્ટાર અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘2.0’ રિલીઝ થયા પહેલાથી જ ચર્ચામાં બની રહી છે. અક્ષયે ‘2.0’ માં નકારાત્મક ભૂમિકા ભજવી છે અને આ ફિલ્મમાં તેના દેખાવની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં અક્ષયે કહ્યું કે આ લૂક માટે તેને ઘણાં કલાકો સુધી મેક અપ કરવો પડતો હતો. તાજેતરમાં અક્ષયે […]

Uncategorized
XM '2.0'ના શુટિંગના મેકઅપમાં જતો હતો આટલો સમય: અક્ષય કુમાર

મુંબઈ,

સુપરસ્ટાર અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘2.0’ રિલીઝ થયા પહેલાથી જ ચર્ચામાં બની રહી છે. અક્ષયે ‘2.0’ માં નકારાત્મક ભૂમિકા ભજવી છે અને આ ફિલ્મમાં તેના દેખાવની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં અક્ષયે કહ્યું કે આ લૂક માટે તેને ઘણાં કલાકો સુધી મેક અપ કરવો પડતો હતો. તાજેતરમાં અક્ષયે આ ટ્વિટર પર આ લૂકનો ફોટો શેર કર્યો છે.

ફોટો શેર કર્તાની સાથે અક્ષયે જણાવ્યું હતું કે, “જે  અભિનેતા ક્યારે મેક-અપ થી કરતો તેના માટે ફિલ્મ 2.0 ની સ્ટોરી સાવ અલગ છે. આ લૂકમાં આવવા માટે મે ફીમેલ લીડ કરતાં વધુ સમય લીધો હશે. ‘

2.0 થી અક્ષય કુમાર સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય સાથે સાથે મેગાસ્ટાર રજનીકાંત અને એમી જૈક્સન જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક, શંકર આ કિરદાર માટે હોલીવુડ આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર અને તમિલ અભિનેતા કમલ હાસનને લેવા માંગતા હતા. પરંતુ પછીથી આ ભૂમિકા અક્ષય કુમારને પ્રાપ્ત થઈ હતી. આ મહિનાની 29 મી તારીખે ‘2.0’ સિનેમાઘરોમાં રિલીઝ થશે.