Not Set/ બીઝી શેડ્યૂલ વચ્ચે પણ રજા પાડી દે છે અક્ષય કુમાર,અહીં જાણો કારણ

મુંબઇ, બોલિવૂડના ખેલાડી કુમાર અક્ષય કુમાર એક વર્ષમાં ચાર અથવા તેનાથી વધુ ફિલ્મો કરે છે તેમ છતાં પણ બીજી ફિલ્મો કરવાની ભૂખ છે એટલી ફિલ્મો કરવા છતાં પણ અક્ષયનું માનવું છે કે તે વર્ષમાં ઘણી રજાઓ લે છે. અક્ષય કુમારને પૂછવામાં આવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા સ્ટાર વર્ષમાં એક જ ફિલ્મ કરી શકે છે પણ […]

Uncategorized
ni બીઝી શેડ્યૂલ વચ્ચે પણ રજા પાડી દે છે અક્ષય કુમાર,અહીં જાણો કારણ

મુંબઇ,

બોલિવૂડના ખેલાડી કુમાર અક્ષય કુમાર એક વર્ષમાં ચાર અથવા તેનાથી વધુ ફિલ્મો કરે છે તેમ છતાં પણ બીજી ફિલ્મો કરવાની ભૂખ છે એટલી ફિલ્મો કરવા છતાં પણ અક્ષયનું માનવું છે કે તે વર્ષમાં ઘણી રજાઓ લે છે.

અક્ષય કુમારને પૂછવામાં આવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા સ્ટાર વર્ષમાં એક જ ફિલ્મ કરી શકે છે પણ તમે ચાર-ચાર કેવી રીતે કરી શકો છો? આ સવાલ પર અક્ષય કુમારે કહ્યું કે આ એક સરળ ગણિત છે. વર્ષમાં 365 દિવસ હોય છે. એક ફિલ્મ કરવા માટે લગભગ 50 દિવસ લાગે છે. વર્ષભરમાં ચાર ફિલ્મો કરે તો 200 દિવસ થાય છે છતાં પણ તમારી પાસે 165 દિવસ બચે છે.

Image result for akshay kumar

અક્ષયે કહ્યું કે તેઓ ખૂબ રજાઓ લે છે, પરંતુ રવિવારે કામ કરતા નથી. શનિવાર પણ અડધો દિવસ કામ કરે છે. દર ત્રણ મહિના પછી સાત દિવસની રજા લે છે અને દર વર્ષે એક મહિના અલગથી કામ દૂર રહે છે.

અક્ષયે કહ્યું કે કારકિર્દીની શરૂઆતમાં તેઓ માત્ર ફિલ્મોમાં પૈસા કમાવા માટે આવ્યા હતા, પરંતુ હવે પૈસા છે, તો એવી ફિલ્મો બનાવવા માંગે છે, જેની સ્ટોરીઓ લોકોને ખબર ના હોય અને જેનાથી સામાન્ય માણસને લાભ થાય છે. તેઓ ઇચ્છે છે કે આપણી ફિલ્મો એવી હોવી જોઈએ જેને જોયા પછી લોકો કહે છે કે દુનિયામાં જો કોઈ મુશ્કેલી હોય તો ભારત જ દુનિયાને બચાવશે.

Image result for akshay kumar