Not Set/ Birthday Special : આ કલાકાર સાથે કામ કરવા ઇચ્છતા હતા અમિતાભ બચ્ચન, સપનું રહ્યું અધૂરું

મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો એવો જલવો છે કે એક્ટિંગની દુનિયા મોટા-મોટા સ્ટાર્સ પણ તેમની સાથે એક સીન કરવા માટે તરસી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે મહાનાયક અમિતાભ બચ્ચન એક સ્ટાર સાથે પોતે એક સીન કરવા માંગતા હતા પરંતુ તેમનું સ્વપ્ન અધૂરું રહ્યું. અમિતાભ બચ્ચનનો આજે 77 મો જન્મદિવસ છે, આ પ્રસંગે, […]

Uncategorized
aaaaaaaaa Birthday Special : આ કલાકાર સાથે કામ કરવા ઇચ્છતા હતા અમિતાભ બચ્ચન, સપનું રહ્યું અધૂરું

મુંબઈ,

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો એવો જલવો છે કે એક્ટિંગની દુનિયા મોટા-મોટા સ્ટાર્સ પણ તેમની સાથે એક સીન કરવા માટે તરસી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે મહાનાયક અમિતાભ બચ્ચન એક સ્ટાર સાથે પોતે એક સીન કરવા માંગતા હતા પરંતુ તેમનું સ્વપ્ન અધૂરું રહ્યું. અમિતાભ બચ્ચનનો આજે 77 મો જન્મદિવસ છે, આ પ્રસંગે, જાણો તેમના વિશે કેટલીક વાતો …

તાજેતરમાં જ તેમના જન્મદિવસ પહેલા એક ઇન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચને તેમના અધૂરા સ્વપ્ન વિશે વાત કરી હતી. જ્યારે તેમને તેમના અધૂરા સ્વપ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “ધણા બધા છે! મારે પિયાનો વગાડવાની ઇચ્છા છે. મારે ઘણી ભાષાઓ શીખવાની છે. હું ગુરુદત્ત સાથે કામ કરવા માંગતો હતો.”

33140 guru dutt Birthday Special : આ કલાકાર સાથે કામ કરવા ઇચ્છતા હતા અમિતાભ બચ્ચન, સપનું રહ્યું અધૂરું

આ દરિમયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની કઈ ફિલ્મ છે કે જેની તેઓ રિમેક કરવા માંગે છે, ત્યારે તેણે કહ્યું, “કોઈ નહીં. જે બનેલી ફિલ્મોને ફરીથી બનાવવામાં શું છે. આપણે તેવું કેમ વિચારી શકતા નથી?”

આપને જણાવી દઈએ કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો પોતાનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવવાનો ઇરાદો આ વખતે નથી.

તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા નમ્રતાપૂર્વક તેમના ચાહકોને વિનંતી કરતા, બિગ બીએ કહ્યું, “આમાં ઉજવણી કરવા જેવુ શું છે? તે એક સામાન્ય દિવસ જેવો છે. હું આભારી છું કે હું હજી પણ કામ કરી રહ્યો છું અને મારું શરીર મારા આત્માની સાથે તાલમેલ રાખવા માટે સક્ષમ છે.”

તેમના આગામી જન્મદિવસ પર, બિગ બીએ તેમના જૂના દિવસો યાદ કર્યા જ્યારે તેમના પિતા અને દિવંગત કવિ હરિવંશ રાય બચ્ચને તેમના જન્મદિવસ પર તેમના માટે એક કવિતા લખી અને સંભળાવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.