મુંબઈ
જાણીતી અભિનેત્રી અને પ્રોડ્યુસર અનુષ્કા શર્માએ પોતાના 10 વર્ષના કરીયરમાં શ્રેષ્ઠ અભિનયના દમ પર કેટલાક એવોર્ડ મેળવ્યા છે અને હવે તેના એવોર્ડ અને સમ્માનની ગણતરીમાં વધુ એક એવોર્ડ સામેલ થયો છે. અનુષ્કા શર્માને સ્મિત પાટીલ મેમોરીયલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

મુંબઈમાં પ્રિયદર્શની એકેડમીના 34મી વર્ષગાંઠના પ્રસંગે આયોજિત કરાયેલ ગ્લોબલ એવોર્ડમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને પિયુષ ગોયલે અનુષ્કા શર્માને આ એવોર્ડથી સમ્માનિત કર્યા.

સ્મિત પાટીલ મેમોરીયલ એવોર્ડથી સમ્માનિત થવા બદલ ખૂબ જ ખુશ અનુષ્કાએ જણાવ્યુ કે, આ એવોર્ડ મારા માટે ખૂબ જ ખાસ છે, કારણકે આજે જ મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રકારના એવોર્ડ મને વિશ્વાસ અપાવે છે કે મેં પોતાના કામને લઈને યોગ્ય પસંદગી કરી છે.
