Not Set/ મનોરંજન/ અર્ચના પુરનસિંહની વેનિટી વેન જોઇ તમે પણ બોલી ઉઠશો વાહ…

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમની પાસે વેનિટી વેન છે. ઘણી  જુની અભિનેત્રીઓ પણ છે જેમની પાસે પણ વેનિટી વેન છે, તેમા એક નામ અર્ચના પૂરન સિંહનું આવે છે. બોલિવૂડની અભિનેત્રીઓમાં અર્ચના પૂરણ સિંહનું નામ શામેલ છે જે પોતાની મહેનતને કારણે આ તબક્કા સુધી પહોંચી છે. અર્ચના બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે જેણે ઘણી હિટ ફિલ્મોમાં […]

Uncategorized
Archu Vanity Van મનોરંજન/ અર્ચના પુરનસિંહની વેનિટી વેન જોઇ તમે પણ બોલી ઉઠશો વાહ...

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમની પાસે વેનિટી વેન છે. ઘણી  જુની અભિનેત્રીઓ પણ છે જેમની પાસે પણ વેનિટી વેન છે, તેમા એક નામ અર્ચના પૂરન સિંહનું આવે છે. બોલિવૂડની અભિનેત્રીઓમાં અર્ચના પૂરણ સિંહનું નામ શામેલ છે જે પોતાની મહેનતને કારણે આ તબક્કા સુધી પહોંચી છે. અર્ચના બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે જેણે ઘણી હિટ ફિલ્મોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને પોતાની કલાથી પ્રેક્ષકોનું મનોરંજન કર્યું છે.

ભલે અર્ચના બોલિવૂડની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી રહી ન હોય, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષો ગાળ્યા બાદ, તેણે ચોક્કસપણે પોતાનું નામ ઇન્ડસ્ટ્રીની વરિષ્ઠ અભિનેત્રીઓમાં નોંધાવ્યું છે. આજનાં સમયમાં બધી નવી પેઢીની અભિનેત્રીઓ અર્ચનાને પ્રેમ કરે છે અને તેમનો આદર કરે છે. આ દિવસોમાં અર્ચના કપિલ શર્માનાં કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળી રહી છે. અગાઉ અર્ચના ઘણા કોમેડી શો કરી ચૂકી છે.

Instagram will load in the frontend.

જેમ કે અમે તમને જણાવ્યુ તેમ, અર્ચના સોની ટીવી પર કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં જજ તરીકે દેખાઈ રહી છે. નવજોત સિંહનાં વિવાદિત નિવેદનને કારણે તેમને શો માંથી બહાર નીકળવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો, ત્યારબાદ અર્ચનાની એન્ટ્રી  થઇ હતી  અને શો માં તે જજ બની હતી. અર્ચના મોટાભાગે જજની ખુર્સીમાં બેઠી દેખાય છે અને જોર જોરથી ઠહાકા લગાવતી જોવા મળે છે. તાજેતરમાં જ અર્ચનાએ એક વીડિયો શેર કરીને તેની વેનિટી વેનનો વીડિયો શેર કર્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે અર્ચનાની વેનિટી વેન ઘણા બોલિવૂડ સુપરસ્ટાર્સની વેનિટી વેન કરતા 10 ગણી સારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.