Not Set/ મલાઇકાના લગ્ન અંગેની  માહિતી થઈ લિક… આ વિધીથી કરશે અર્જુન સાથે લગ્ન

મુંબઇ, અર્જુન કપૂર અને  મલાઇકા અરોરાના અફેરના સમાચાર હોટ કેક જેવા છે અને આ બંને હંમેશાં ચર્ચામાં રહે છે. સૂત્રોનું માનીએ તો આ બંને એપ્રિલ મહિનામાં લગ્ન કરી શકે છે. આ વાતનો ખુલાસો એક અંગ્રેજી વર્તમાનપત્રમાં કરવામાં આવ્યો છે.  એક અહેવાલ પ્રમાણે મલાઇકા અરોર અર્જુન કપૂર સાથે ખ્રિસ્તી રિતીરિવાજ મુજબ એપ્રિલ મહિનામાં લગ્ન કરશે. આ […]

Uncategorized
bq 7 મલાઇકાના લગ્ન અંગેની  માહિતી થઈ લિક... આ વિધીથી કરશે અર્જુન સાથે લગ્ન

મુંબઇ,

અર્જુન કપૂર અને  મલાઇકા અરોરાના અફેરના સમાચાર હોટ કેક જેવા છે અને આ બંને હંમેશાં ચર્ચામાં રહે છે. સૂત્રોનું માનીએ તો આ બંને એપ્રિલ મહિનામાં લગ્ન કરી શકે છે. આ વાતનો ખુલાસો એક અંગ્રેજી વર્તમાનપત્રમાં કરવામાં આવ્યો છે.  એક અહેવાલ પ્રમાણે મલાઇકા અરોર અર્જુન કપૂર સાથે ખ્રિસ્તી રિતીરિવાજ મુજબ એપ્રિલ મહિનામાં લગ્ન કરશે. આ લગ્ન અગંત સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં જ સંપન્ન થશે.

Image result for malaika arora arjun kapoor

મલાઇકા અને અર્જુને પતાના સંબંધોની સત્તાવાર જાહેરાત નથી કરી,પરંતુ  બોલિવૂડ સ્ટાર, બંનેના નજીકના સગાઓ આ અંગે જણાવી ચૂક્યા છે. તેમજ અર્જુન મલાઇકાની કેમેસ્ટ્રી જણાવે છે કે બંને વચ્ચે  ગાઢ સંબંધ છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે બંને વચ્ચેનો સંબંધ ચર્ચાવાનું કારણ બંનેનો વયભેદ છે. મલાઇકા 45 વર્ષની છે જ્યારે અર્જુન કપૂર 33 વર્ષના છે.

Image result for malaika arora arjun kapoor

મલાઇકા અર્જુન કરતા 12 વર્ષ મોટી છે. એવા પણ અહેવાલ હતા કે મલાઇકાને કપૂર પરિવાર પણ સ્વીકારી ચૂક્યો છે. અને  આ બંને  ઘણા સ્થળોએ જાહેરમાં જોવા મળે  છે. છેલ્લે આકાશ અંબાણીની પ્રી વેડિંગ પાર્ટીમાં જવા માટે બંને  સાથે રવાના થયા હતા. અને એરપોર્ટ પણ બંને સાથે જોવા મળ્યા હતા.

Image result for malaika arora arjun kapoor