મુંબઇ,
આયુષ્યમાન ખુરાના અને ભૂમિ પેડનેકર સાથે મળીને બે વાર સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચવી ચુક્યા છે. ફેન્સ માટે હવે એક વધુ ખુશખબરી છે. આયુષ્યમાન અને ભૂમિની જોડી એક વાર ફરીથી પડદા પર નજરે પડશે. બંને એક વાર ફરીથી રોમેન્ટિક કોમેડીમાં સાથે જોવા મળશે. બંને ‘બાલા’ના સાથે ફરી એકવાર પડદા પર ચાહકોને એન્ટરટેન કરશે.

આ ફિલ્મનું નિર્દેશન અમર કૌશિક કરશે. અમર કૌશિકે આ વર્ષની સૌથી સફળ ફિલ્મોમાંની એક ‘સ્ત્રી’ નું નિર્દેશન કર્યું હતું. ‘બાલા’ ની શૂટિંગ માર્ચથી શરૂ થવાની આશા છે અને તે આગામી વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે. ‘દમ લગા કે હઈશા’ અને ‘શુભ મંગલ સાવધાન’ પછી હવે આ જોડીને ફરી જોવા માટે ફેન્સ ખુબ એક્સાઇટેડ છે.

પ્રોડ્યુસર દિનેશ વિઝન આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ‘બાલા‘ એક એવા છોકરાની સ્ટોરી હશે જેના સમય પહેલા વાળ ઉગી રહ્યા છે. ભૂમિ પેડનેકર એક એવી છોકરીના પાત્રમાં હશે જે તેના શ્યામ રંગને લીધે સમાજના મેણાથી પરેશાન છે.

આજકાલ આયુષ્યમાન ખુરાના તેમની સફળ ફિલ્મને એનજોય કરી રહ્યા છે. તેમની બે-બે ફિલ્મો એક સાથે પડદા પર ધમાલ મચાવી છે. જંગલી પિક્ચર્સની ‘બધાઈ હો’ લાંબા સમયથી પડદા પર ચાલી રહી છે. ત્યારે ‘અંધાધૂન’ને પણ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે.
