Not Set/ બિહારમાં પૂરથી પીડિતો માટે આગળ આવ્યા પંકજ ત્રિપાઠી અને મનોજ બાજપાયી

છેલ્લા ઘણા દિવસોથી બિહારની રાજધાની પટના સહિતના અનેક જિલ્લાઓ સતત વરસાદને કારણે પૂરની ચપેટમાં છે. 15 થી વધુ જિલ્લામાં પૂરનો એવો પ્રકોપ છે કે લોકોના જીવ જોખમમાં છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સે હવે લોકોને મદદની અપીલ કરી છે. હવે બિહારના લોકોને મદદ કરવા માટે બિહારથી આવતા બોલીવુડ સ્ટાર્સે આગળ આવ્યા છે. જેમાં પંકજ ત્રિપાઠી અને […]

Uncategorized

છેલ્લા ઘણા દિવસોથી બિહારની રાજધાની પટના સહિતના અનેક જિલ્લાઓ સતત વરસાદને કારણે પૂરની ચપેટમાં છે. 15 થી વધુ જિલ્લામાં પૂરનો એવો પ્રકોપ છે કે લોકોના જીવ જોખમમાં છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સે હવે લોકોને મદદની અપીલ કરી છે.

હવે બિહારના લોકોને મદદ કરવા માટે બિહારથી આવતા બોલીવુડ સ્ટાર્સે આગળ આવ્યા છે. જેમાં પંકજ ત્રિપાઠી અને મનોજ બાજપાયી આગળ આવ્યા છે. આ બંને સ્ટાર્સે બિહારને મદદ કરવા માટે મુખ્યમંત્રી રાહત ફંડને મદદ કરવા અપીલ કરી છે.

પંકજ ત્રિપાઠીએ ટ્વીટ કર્યું છે કે, ‘બિહારને હાલ આપણાં બધાની મદદની જરૂર છે. મુખ્યમંત્રી રાહત ભંડોળની વિગત નીચે આપેલ છે. મારી સંવેદના અને પ્રાર્થનાછે કે સ્થિતિ જલ્દી જ સારી થાય. પંકજ ત્રિપાઠીએ મુખ્યમંત્રી રાહત ફંડની લિંક પણ શેર કરી છે.

તો બીજી બાજુ મનોજ બાજપાયી પણ મુખ્યમંત્રી રાહત ભંડોળની લિંક શેર કરી અને લોકોને મદદ કરવા અપીલ કરી.

આપને જણાવી દઈએ કે હાલ પરિસ્થિતિ બગડવાના કારણે પટનામાં પૂર રાહત કાર્યની કમાન એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં પણ સ્થિતિ સામાન્ય જણાતી નથી.

આ પણ વાંચો : કરતારપુર કોરિડોર: પાકનો ના-પાક ખેલ, ઉદઘાટનમાં સાહેબને કાપી સિંહને આમંત્રણ આપશે

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.