મુંબઇ,
બધાઈ હો, અંધાધુંન જેવી હીટ ફિલ્મો પછી આયુષ્માન ખુરાના ‘ડ્રીમ ગર્લ’ બનીને આવી રહ્યા છે. આયુષ્માન ખુરાનાએ તાજેતરમાં તેના નવા પ્રોજેક્ટ ડ્રીમ ગર્લનું પોસ્ટર રિલીઝ કયું છે. આ પોસ્ટર જોઇને ચાહકો આને જોવાની ઉત્સુકતા વધવા લાગી છે.
કેવું છે પોસ્ટર…
આયુષ્માન ખુરાના પહેલીવાર સાડી પહેરીને સ્કુટર પર બેઠેલો જોવા મળી રહ્યો છે. પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં રામલીલા સમિતિના બેનર લાગ્યા છે. જીવન-મરણ નામની એક દુકાન જોવા મળી રહી છે. પોસ્ટર ખુબ જ મજેદાર છે. આયુષ્માનની અત્યાર સુધીના ફિલ્મી રેકોર્ડને જોઈએ તો પોસ્ટર જોઇને એકવાર ફરી એન્ટરટેઇન્મેન્ટનો ફૂલ ડોઝ મળવો નક્કી લાગી રહ્યો છે.
As whacky as it can get! Here's the first glimpse of my look in and as #DreamGirl. Thoughts?#DreamGirlFirstLook #DreamGirlFilmingBegins @ektaravikapoor @NushratBharucha @RuchikaaKapoor @writerraj @balajimotionpic pic.twitter.com/qyJib4U9Ao
— Ayushmann Khurrana (@ayushmannk) December 3, 2018
આપને જણાવી દઈએ કે આયુષ્માને સોશિઅલ મીડિયા પર ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’નો પ્રોમો વીડીયો રિલીઝ કર્યો હતો. જેમાં તેઓ ફિલ્મની સારી સ્ક્રિપ્ટની શોધ કરી રહ્યા છે. વીડીયોમાં ઘણા ફિલ્મ રાઈટર આયુષ્માને ફિલ્મની સ્ટોરી સાંભળે છે પર તેને તેના નોકરની ફિલ્મ સારી લાગે છે. એકતા કપૂરની આ ફિલ્મથી લેખક રાજ શાંડીલ્ય ડાયરેક્શનમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મમાં આયુષ્માન પહેલીવાર એક્ટ્રેસ નુસરત ભરૂચા સાથે સ્ક્રીન શેર કરવાનો છે. ફિલ્મની સ્ટોરી મેરઠની છે.
Of every possible role, this one, I'd be honest, would have never crossed my mind! But here I am, to play a role in and as #DreamGirl https://t.co/VnlCvlXb72 @ektaravikapoor @writerraj @NushratBharucha @RuchikaaKapoor
— Ayushmann Khurrana (@ayushmannk) November 30, 2018
