Not Set/ Video/ બિગ બોસ 13 નો વિજેતા બન્યો સિદ્ધાર્થ શુક્લા, વિડીયો શેર કરી ચાહકોનો માન્યો આભાર

બિગ બોસની સીઝન 13 પૂરી થઈ ગઈ છે. આ સિઝને સિદ્ધાર્થ શુક્લાને તેના નામે કરી છે. આ શોના પહેલા દિવસથી જ સિદ્ધાર્થ શુક્લા ખૂબ જ મજબૂત સ્પર્ધક રહ્યો હતો. સિદ્ધાર્થ આખી સિઝનમાં ખૂબ જ પ્રખ્યાત રહ્યો છે. પહેલા અસીમ અને તેની મિત્રતા માટે, પછી અસીમ સાથેના તેના ઝગડા અને શહનાઝથી તેની બોન્ડિંગને લોકોને ખુબ જ […]

Uncategorized
Untitled 184 Video/ બિગ બોસ 13 નો વિજેતા બન્યો સિદ્ધાર્થ શુક્લા, વિડીયો શેર કરી ચાહકોનો માન્યો આભાર

બિગ બોસની સીઝન 13 પૂરી થઈ ગઈ છે. આ સિઝને સિદ્ધાર્થ શુક્લાને તેના નામે કરી છે. આ શોના પહેલા દિવસથી જ સિદ્ધાર્થ શુક્લા ખૂબ જ મજબૂત સ્પર્ધક રહ્યો હતો. સિદ્ધાર્થ આખી સિઝનમાં ખૂબ જ પ્રખ્યાત રહ્યો છે. પહેલા અસીમ અને તેની મિત્રતા માટે, પછી અસીમ સાથેના તેના ઝગડા અને શહનાઝથી તેની બોન્ડિંગને લોકોને ખુબ જ પ્રેમ આપ્યો છે. ચાહકોએ સિદ્ધાર્થને ઘણો પ્રેમ અને સપોર્ટ આપ્યો છે. જેના માટે તેણે પોતાના ચાહકોનો આભાર માન્યો છે.

સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે હંમેશાં સાથ આપવા અને પ્રેમ આપવા બદલ ચાહકોનો આભાર માન્યો છે. સિદ્ધાર્થે કહ્યું- હંમેશાં મારી સાથે ઉભા રહેવા બદલ આભાર. તમારી સાથે હોવાને કારણે હું અહીં પહોંચી શક્યો છું. અંતે, તેમણે કહ્યું- હું આશા રાખું છું કે મેં એવું કંઇપણ કર્યું નથી જેનો કારણે મારા ચાહકોને અફસોસ થાય.

Instagram will load in the frontend.

સિદ્ધાર્થે તેની માતા અને બહેન સાથે ફોટા પણ શેર કર્યા છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું – ખાસ લોકો સાથે ફોટો, જેમાંથી એકે તેને જન્મ આપ્યો અને બીજાએ જીવનમાં કેટલીક ખાસ વસ્તુઓ શીખવી. આ ફોટા તે 5 મહિનાની ભાવનાઓ છે જે આંટી,દી અને સિદ્ધાર્થ એક બીજાને મિસ કર્યા છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, બિગ બોસ 13 માં વિજેતા થવા પર સિદ્ધાર્થને 40 લાખ રૂપિયાની ટ્રોફી, કાર મારુતિ નેક્સા અને અબુ દાબીની એક ટ્રીપ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.