Not Set/ મારા માટે બીગ બોસ કોઈ સ્વર્ગ નથી અને સલમાન ખાન ભગવાન નથી : તનુશ્રી દત્તા

મુંબઈ નાના પાટેકર અને તનુશ્રી વિવાદ શાંત પડવાનું નામ જ નથી લઇ રહ્યો. બોલિવૂડથી લઈને સોશિયલ મીડિયામાં સુધી આ જ વિવાદ ટ્રેંડ થઇ રહ્યો છે. દરરોજ આ વિવાદને લઈને કોઈ નવી વાત કે નિવેદન સામે આવી જાય છે. આવામાં હવે તનુશ્રીએ સલમાન ખાન અને બીગ બોસને લઈને એવી વાત કરી છે કે ભાઈજાન એટલે કે […]

Trending Entertainment

મુંબઈ

નાના પાટેકર અને તનુશ્રી વિવાદ શાંત પડવાનું નામ જ નથી લઇ રહ્યો. બોલિવૂડથી લઈને સોશિયલ મીડિયામાં સુધી આ જ વિવાદ ટ્રેંડ થઇ રહ્યો છે. દરરોજ આ વિવાદને લઈને કોઈ નવી વાત કે નિવેદન સામે આવી જાય છે. આવામાં હવે તનુશ્રીએ સલમાન ખાન અને બીગ બોસને લઈને એવી વાત કરી છે કે ભાઈજાન એટલે કે સલમાન ખાન પણ નારાજ થઇ શકે છે.

થોડા દિવસ પહેલા બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંતે એક નિવેદનમાં કહ્યું હતું કે આ તનુશ્રીનું પબ્લિસિટી સ્ટંટ છે. રાખીએ કહ્યું કે આ બધું એટલા માટે કરી રહી છે કેમકે તેને બીગ બોસના ઘરમાં જવું છે.

Image result for bigg boss salman khan

હવે આ વાતોનો જવાબ આપતા તનુશ્રીએ કહ્યું છે કે આ વિચાર્યું ખુબ જ ગલત છે કે હું આ  બધું બીગ બોસના માટે કરું છું. તનુશ્રીએ કહ્યું કે ન બીગ બોસ કોઈ સ્વર્ગ છે અને નતો સલમાન ખાન કોઈન ભગવાન, મે જે પણ કર્યું છે એ બીગ બોસના ઘર માટે જવા માટે કર્યું નથી.

આપને જણાવી દઈએ કે શનિવારે તનુશ્રી દત્તાએ મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નાના પાટેકર સામે લેખિત ફરિયાદ નોંધાવી છે.

https://twitter.com/Tanushree_says/status/1048609283150106625

આ ફરિયાદમાં નાના પાટેકરની સાથે સાથે ગણેશ આચાર્યનું નામ પણ શામિલ કરવામાં આવ્યું છે. જેની માહિતી તનુશ્રી દત્તાએ ટ્વીટ કરીને જણાવી હતી. બીજું બાજુ નાના પાટેકરે આ આરોપને ખાંડન કરતા મીડિયાને કહ્યું કે જે જુઠું છે તે જુઠું જ છે. જયારે તેઓ મુંબઈ આવશે ત્યારે તેઓ બધા જ સવાલના જવાબ આપશે અને મીડિયાની પૂરી વાત જણાવશે.