Not Set/ સારાએ મને લિવ ઇનમાં રહેવાનું નથી કહ્યુઃ કાર્તિક આર્યન

મુંબઇ, સોનું કે ટીટ્ટુ કી સ્વીટી ફિલ્મથી ધરખમ વખાણ મેળવી ચૂકેલો કાર્તિક આર્યન હાલમાં ફિલ્મ લુકાછુપી પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ લિવ ઇન રિલેશનશીપના વિષય પર આધારિત છે. જેમાં કાર્તિક સાથે ક્રિતી સેનન જોડી જમાવી રહી છે.  કાર્તિકે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મારી ફિલ્મ પ્યાર કા પંચનામા બાદ લોકો મને મારા મોનોલોગથી ઓળખતા હતા. […]

Uncategorized

મુંબઇ,

સોનું કે ટીટ્ટુ કી સ્વીટી ફિલ્મથી ધરખમ વખાણ મેળવી ચૂકેલો કાર્તિક આર્યન હાલમાં ફિલ્મ લુકાછુપી પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ લિવ ઇન રિલેશનશીપના વિષય પર આધારિત છે. જેમાં કાર્તિક સાથે ક્રિતી સેનન જોડી જમાવી રહી છે.  કાર્તિકે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મારી ફિલ્મ પ્યાર કા પંચનામા બાદ લોકો મને મારા મોનોલોગથી ઓળખતા હતા. ધીરે ધીરે મારા અન્ય કામને લીધે પણ ઓળખતા થયા છે.  તેથી હું આ રાહતના સમયને ઇન્જોય કરી રહ્યો છું. હું નસીબદાર છું કે મને શરૂઆતથી જ દર્શકોનો  પ્રેમ મળ્યો છે.

Related image

તેણે લુકા છુપી વિશે જણાવ્યું હતું કે ફિલ્મમાં હું એક રિપોર્ટર બન્યો છું ફિલ્મમાં મને પંકજ ત્રિપાઠી તેમજ વિનય પાઠક સહિતના દિગ્ગજ કલાકારો સાથે કામ કરવા મળ્યું છે.  તો અપારશક્તિ ખુરાના અને  અતુલ શ્રીવાસ્તવ જેવા ઉમદા કલાકારો પાસેથી પણ ઘણું શીખ્યો છું.

Image result for kartik aaryan sara ali khan

જ્યારે કાર્તિક આર્યનને સારા અલી ખાન સાથે રિલેશનશીપ અને લિવ ઇન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે સારાએ કોફી ડેટ માટે મારું નામ આપ્યું હતું .લિવ ઇન માટે નહીં. ઉલ્લેખનીય છે કે એક શોમાં સારાએ ડેટિંગ પાર્ટનર તરીકે કાર્તિક આર્યનનું નામ આપતા. છેલ્લા કેટલાક સમયથી આ બંનેના સંબંધો અંગે વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. લુકા છુપ્પી બાદ કાર્તિક પતિ પત્ની ઔર વો નામની ફિલ્મ કરી  રહ્યો છે જેમાં તેની સાથે અનન્યા પાંડે જોવા મળશે.