Not Set/ બીગ બી અમિતાભ બચ્ચને આજે પુરા કર્યા બોલીવુડમાં ૪૯ વર્ષ

મુંબઈ, આજના દિવસે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો એને ૪૯ વર્ષ પુરા થયા છે એ તેમણે ચાહકોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું. અમિતાભ બચ્ચનને  ૧૫ ફેબ્રુઆરીના ૧૯૬૯માં તેમની સપનાની નગરી પગ મુક્યો હતો. આ દિવસે તેમણે તેમની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીને સાઇન કરી હતી સાથે જ તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર […]

Entertainment
amitab bachchan 559 122017022849 બીગ બી અમિતાભ બચ્ચને આજે પુરા કર્યા બોલીવુડમાં ૪૯ વર્ષ

મુંબઈ,

આજના દિવસે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો એને ૪૯ વર્ષ પુરા થયા છે એ તેમણે ચાહકોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું. અમિતાભ બચ્ચનને  ૧૫ ફેબ્રુઆરીના ૧૯૬૯માં તેમની સપનાની નગરી પગ મુક્યો હતો.

આ દિવસે તેમણે તેમની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીને સાઇન કરી હતી સાથે જ તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે 49 વર્ષ પહેલા પહેલી ફિલ્મની શરુઆત કરી હતી અને તેમના જુના દિવસોની યાદોને યાદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીના ડારેક્ટર ખ્વાજા અહેમદ અબ્બાસે હતા. આ ફિલ્મમાં ગોવાને પોર્ટુગીઝો પાસેથી આઝાદ કરાવવાની સ્ટોરી દર્શાવવામાં આવી છે.

સાત હિન્દુસ્તાની ફિલ્મ સાત લોકો પર આધરિત છે. અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એવી સુપરહીટ ફિલ્મો કરીને આપી છે કે તેમનો ઉલ્લેખ બોલીવુડના શહેનશાહ, મિલેનિયમ સ્ટાર, અથવા બીગ બી તરીકે કરવામાં આવે છે. તેઓ  અત્યાર સુધીમાં 190 થી વધુ ભારતીય ફિલ્મોમાં જોવા મળ્યા છે.

‘શોલે’ ‘દીવાર’ ‘જંજીર’ જેવી સુપરહીટ ફિલ્મો કરી છે  મહત્વનું છે કે બીગ બી હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેમણે અવારનવાર તેમના સુવિચાર, કવિતા સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રહે છે.