મુંબઈ,
બોલીવૂડની દેશીગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના ખ્રિસ્તી અને હિન્દૂ વિધિ પ્રમાણે લગ્નના તાંતણે બંધાઈ ચુક્યા છે, ત્યારબાદ હવે મંગળવારે દુલ્હા અને દુલ્હનના સ્વરૂપમાં આ નવયુગલની પ્રથમ તસ્વીર સામે આવી છે.


છેલ્લા કેટલાક સમયથી પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નની તર્સ્વીરને લઈ અનેક અટકળો સામે રહી હતી, જો કે હવે અટકળો પણ અલ્પવિરામ મુકાયું છે.

આ નવવિવાહિત કપલની તસ્વીર પીપલ મેગેઝીન દ્વારા શેર કરવામાં આવી છે અને પોતાના કવરપેજ પર મુકવામાં આવી છે.

https://www.instagram.com/p/Bq9qYlyA99A/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
પ્રિયંકા અને નિકની સામે આવેલી બે તસ્વીરોમાંથી એક તસ્વીરમાં બોલીવુડની દેશી ગર્લ સફેદ રાલ્ફ લોરેન લગ્ન ડ્રેસમાં અને નિક કસ્ટમ શૂટમાં નજરે આવી રહ્યા છે,

જયારે લગ્નની બીજી તસ્વીરમાં પ્રિયંકા ચોપરા એક લાલ કલરના લેહેન્ગામાં અને નિક એક ગોલ્ડન શેરવનીમાં છે.

આ પહેલા રવિવારે રાત્રે પ્રિયંકા અને નિકના લગ્નની મોટા ભાગની રસમ જોધપુરના ઉમેદભવનમાં પૂરી થઈ હતી. ત્યારબાદ નિક અને પ્રિયંકાના આ રોયલ વેડિંગ દરમિયાન થયેલી મહેંદીની સેરેમનીની કેટલીક સુંદર તસ્વીરો સામે આવી છે.
દુલ્હા-દુલ્હનના હાથમાં મહેંદી

પ્રિયંકા નિકના પરિવાર સાથે ડાન્સ કરતા જોવા મળી રહી છે. સાથે પ્રિયંકાની બહેન પરિણીની ચોપરા પણ જોવા મળી રહી છે

લગ્નમાં આવેલ મહેમાનો દુલ્હેરાજાને તેમના ખંભા પર બેસાડ્યો છે.

વધુ ફોટો જોવા માટે અહી કરો ક્લિક :










