Not Set/ કંગનાએ  રણબીર વિશે કરેલી કમેન્ટનો આલિયાએ આપ્યો જોરદાર જવાબ

મુંબઇ, થોડા સમય પહેલા જ કંગના રનૌતે  રણબીર કપૂર ટીકા કરી હતી. ઘટના એવી હતી કે  પોલિટીકલ બાબતે રણબીરે બોલવાની ના પાડી દીધી હતી. આથી સ્પષ્ટવક્તા કંગનાએ કહ્યું હતું કે ઘણા લોકો એવા છે જો ચોક્કસ સ્ટેન્ડ લઇને ઉભા નથી રહી શકતા. કંગનાએ પોતાની આદત પ્રમાણે રણબીર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. આ અંગે જ્યારે  […]

Uncategorized
arn 15 કંગનાએ  રણબીર વિશે કરેલી કમેન્ટનો આલિયાએ આપ્યો જોરદાર જવાબ

મુંબઇ,

થોડા સમય પહેલા જ કંગના રનૌતે  રણબીર કપૂર ટીકા કરી હતી. ઘટના એવી હતી કે  પોલિટીકલ બાબતે રણબીરે બોલવાની ના પાડી દીધી હતી. આથી સ્પષ્ટવક્તા કંગનાએ કહ્યું હતું કે ઘણા લોકો એવા છે જો ચોક્કસ સ્ટેન્ડ લઇને ઉભા નથી રહી શકતા. કંગનાએ પોતાની આદત પ્રમાણે રણબીર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. આ અંગે જ્યારે  એક ઇવેન્ટમાં આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું ત્યારે આલિયાએ  ખૂબ સરસ જવાબ આપ્યો હતો.

આલિયાએ સમજદારી પૂર્વક કહ્યું હતું કે  હું તો કંગનાના વખાણ કરીશ. તે જે  રીતે બિન્દાસ બોલે છે તેવી ક્ષમતા મારામાં નથી.  હું તેમના સ્પષ્ટતાવક્તાપણાનો આદર કરું છે અને તે યોગ્ય પણ છે. ક્યારેક ક્યારેક એવું થાય છે કે આપણે  પાછા પગલા ભરી લઇએ છીએ. આપણને એવું લાગે છે કે ફાલતુંમાં શા માટે બોલવું.હું મારા વિચારો મારા સુધી જ રાખતી હોઉં છું. મારા પપ્પા મને ઘણી વાર કહે છે કે દુનિયામાં દરેક વ્યક્તિ દરેક વાત પર પોતાનો મત વ્યક્ત કરે છે ત્યારે તુ નહીં બોલે તો કોઈ ફરક નહીં પડે.

Instagram will load in the frontend.

આલિયાએ હંમેશાં કંગનાના સ્ટેટમેન્ટનો જવાબ સમજદારી પૂર્વક આપ્યો છે અને વાત જ્યારે  રણબીરની હોય તો પછી આલિયા શા માટે ચૂપ રહે. કંગનાએ કહ્યું હતું કે રણબીર કહે છે કે આપણે શું લેવા રાજકારણ વિશે બોલવું જોઈએ. આપણે શું કર્યું. આવું ન ચાલે, તમારે જવાબ આપવો પડે. તેમ કંગનાએ ટીપ્પણી કરી હતી.