મુંબઇ,
બોલિવૂડના જાણીતા ફેશન ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીનું મોસ્ટ અવેટેડે અને ગ્લેમરસ કેલેન્ડર 2019 ના ફોટાઓ સામે આવી ગયા છે. ચાહકોને દરેક વખતે તેમના આ કેલેન્ડરની રાહ જોઈ રહ્યા હોય છે. કેલેન્ડર પર ડબ્બુ રતનાનીના ફોટાઓમાં સની લિયોની અને જહાનવી કપૂરનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. મોટાભાગની ચર્ચાઓ આ બંનેના ફોટોઝની ચર્ચા કરવામાં આવી રહી છે. કેલેન્ડરનો લૂક સામે આવતા જ બંનેની તસ્વીરો વાયરલ થઇ ગઈ છે.
https://www.instagram.com/p/BtL_h7NBu2L/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
https://www.instagram.com/p/BtMAjCAg2up/?utm_source=ig_embed
https://twitter.com/LatchmanRahul/status/1089896328283463680
https://twitter.com/TheStatesmanLtd/status/1089857988297453568
વર્ષ 2018 માં રતનાની કેલેન્ડર માટે સની લિયોની જ્યાં કામવાળી બાઈ બની ગઈ હતી, તો આ વખતે ટોપલેસ બની ગઈ છે. તે માત્ર એક રેડ કલરના જેકેટમાં જ જોવા મળી રહી છે. તેનો આ અંદાજ ખરેખર ચાહકોને દિવાના બનાવી શકે છે. તો ત્યાં જ ધડક એક્ટ્રેસ જહાનવી કપૂરે કેલેન્ડરમાં એક એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું છે. કેલેન્ડરમાં તે ગોલ્ડન સેક્સી અવતારમાં જોવા મળી રહી છે. તેનો આ અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
ડબ્બુ રતનાનીના વર્ષ 2019 ના કેલેન્ડરમાં મહાનાયક અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન, વિદ્યા બાલન, ફરહાન અખ્તર, જ્હોન અબ્રાહમ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, ટાઇગર શ્રૉફ, કૃતિ સેનન, શ્રદ્ધા કપૂર, સની લિયોન, જેક્વેલિન ફર્નાન્ડીઝ, સોનાક્ષી સિન્હા, જહાનવી કપૂર અને કાર્તિક આર્યનને સ્થાન આપવામાં આવ્યું છે. તેમનું આ ફોટોશૂટ 20 મુ ફોટોશૂટ છે.
https://twitter.com/DabbooRatnani/status/1089918317958180864
https://twitter.com/DabbooRatnani/status/1089970288966754306
https://twitter.com/DabbooRatnani/status/1089940096240046081
આ એક્ટ્રેસ થઇ ચુકી છે ટોપલેસ
ડબ્બુ રતનાની કેલેન્ડર દરેક વખતે ચર્ચામાં આવી જાય છે. દરેક વખતે કોઈને કોઈ અભિનેત્રી તેમના માટે ટોપલેસ થઇ જાય છે. સની લિયોન પહેલા, 2018 ના કેલેન્ડરમાં કૃતિ સેનન ટોપલેસ થઇ હતી. તેમની પહેલાં, અભિનેત્રી ઇશા ગુપ્તા, જેકલીન ફર્નાન્ડીઝનો ટોપલેસ અવતાર ડબ્બુના કેલેન્ડરમાં જોવા મળ્યો છે.
