લેક કોમો,
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફાઈનલી લગ્ન કરી ચુક્યા છે. તેમના ચાહકો તેમના લગ્નની એક ઝલક જોવા મળે તેની રાહ જોઈ રહ્યા છે.જો કે દીપિકા અને રણવીરના ઇટાલીમાં થયેલા લગ્નના અત્યાર સુધી કોઈ સત્તાવાર ફોટા શેર કરવામાં આવ્યા નથી.આ હાઇપ્રોફાઇલ મેરેજના અધિકૃત ફોટા જેવા અમારા સુધી પહોંચશે તેવા અમે તમને બતાવીશું.
પરંતુ આ ક્ષણે અમે તમને લગ્નની વેલકમ ડ્રિંક સાથે જોડાયલ એક ન્યુઝ લઈને આવ્યા છીએ.જાણવા મળી રહ્યું છે મેરેજમાં વેલકમ ડ્રિંકમાં દીપિકાની ફેવરેટ ડ્રિંક પરોસવામાં આવી હતી.
દીપિકાની આ ફેવરિટ ડ્રિંક સાઉથ ઇન્ડિયામાં ઘણી પ્રખ્યાત છે. અથવા તો એવું કહી શકાય કે સાઉથ ઇન્ડિયનની પહેલી પસંદ છે આ. હવે જો તેમે તમારા દિમાગના ધોડા દોડાવીને ‘ફિલ્ટર કૉફી’ સુધી પહોંચી ગયા છો. તો મુબારક હો તમારો જવાબ સાચો છે. હા દીપિકા પાદુકોણના લગ્નમાં મહેમાનોને વેલકમ ડ્રિંકમાં ફિલ્ટર કૉફી ઓફર કરવા આવી હતી.
આ ફિલ્ટર કૉફી ઇટલીની નથી પરંતુ સીધી બેંગ્લોરથી મંગાવવામાં આવી હતી. કર્ણાટકથી ખાસ સાઉથ ઇન્ડિયન શેફ પણ ઇટલી પહોંચ્યા હતા. જમવાનું પરંપરાગત રીતે કેળાના પત્તા પર પરોસવામાં આવ્યું હતું.
