સામગ્રી
1 વાટકી ચોખા
250 ગ્રામ લીલી ડુંગળી
નંગ કાચી કેરી
100 ગ્રામ વટાણા
2 -3 ટેબલ સ્પૂન ઘી
1 નંગ કેપ્સીકમ
જીરુ
મીઠુ ( સ્વાદઅનુસાર)
1 વાટકી કોપરાનુ છીણ
2 – 3 ટુકડા તજ
3 થી 4 નંગ લવિંગ
4 નંગ લીલા મરચા
બનાવવાની રીત
પહેલા તો ચોખાને થોડી વાર પલાળી રાખો ત્યાર બાદ તેને 1/2 ટી સ્પૂન મીઠું અને 1 ટી સ્પૂન ઘી નાખીને બાફી લો. ત્યાર પછી કેરી ની છાલ નીકળીને છીણી લેવી, લીલુ કોપરું પણ સાથે છીણી નાખો,ફણસીને ઝીણી સમારી અને વટાણા સાથે બાફી લો.
ત્યાર પછી લીલી ડુંગળીને બારીક સમારી લો.કેપ્સીકમને પણ પાતળા અને લાંબા સમારી લો. એ થઈ જાય પછી એક કડાઈમાં ઘી મૂકીને જીરૂ, તજ, લવિંગ, તમાલપત્રનો વઘાર કરીને લીલા મરચાંનાં પીસ નાખો, લીલી ડુંગળી પાન સહીત નાખો અને કૅપ્સીકમ નાખીને સાંતળો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
બીજી કડાઈમાં ઘી મૂકીને કેરી અને કોપરાનું છીણ સાંતળીને ભાતમાં નાખો.ભાત અને બધાં શાક તથા સામગ્રી મિક્સ કરીને બે મીનીટ માટે ગરમ કરો.
નીચે ઉતારીને પુલાવ સર્વીંગ બાઉલમાં કાઢો, તેને લીલી કોથમીર અને કોપરાનાં છીણથી સજાવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
