બિહારના કૈમૂર જિલ્લાની પોલીસ આજકાલ એક હત્યા કેસ ને લઈને ખુબ પરેશાન જોવા મળી રહી છે. હત્યાના કેસના સમાધાનમાં નારાજ છે. એક મરઘાની હત્યા બાદ સાત લોકો પર એફઆરઆઈ કરવામાં આવી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે.
બિહાર પોલીસ પણ આ અહ્ત્ય કેસ ને લઇ ને પરેશાન છે. આખો દિવસ ખૂન, ચોરી, લૂંટ, હત્યા જેવા કેસ નો સામનો કરી રહેલી બિહાર પોલીસ ગુનેગારોને પકડવાનો દાવો કરે છે. પરંતુ આ દિવસોમાં બિહારની પોલીસ એક મરઘાની હત્યાના કેસ ને લઈને પરેશાન છે. પોલીસ હાલમાં આ મરઘાના હત્યારાને શોધવામાં લાગી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કૈમૂર જિલ્લાના દુર્ગાવતી પોલીસ સ્ટેશન વિસ્તારના તિરોઝપુર ગામની રહેવાસી કમલા દેવીએ એક મરઘો પાળ્યો હતો. એક દિવસ પાડોશી દોડી ગયો અને તે મરઘાને પકડી અને તેની હત્યા કરી નાખી. અને બસ ત્યાર થી બંને વચ્ચે આ મરઘા ને લઈને બબાલ ચાલી રહી છે, અને આ બબાલ એટલી હદ સુધી વધી ગઈ કે મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે.
પોલ્ટ્રી ફાર્મ ચલાવનાર કમલા દેવીએ પોતાના મરઘાની હત્યા કરવાના આરોપસર પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે. હવે પોલીસે હત્યારાની શોધ શરૂ કરી દીધી છે.
પોલીસના જણાવ્યાનુસાર, કમલા દેવીના પાડોશીએ મરઘાને પકડીને તેની હત્યા કરી નાખી હતી. અને ત્યારબાદ જ્યારે વિવાદ શરૂ થયો ત્યારે આરોપીઓએ ચિકન ફાર્મ ચલાવનાર કમલા દેવી અને તેના પુત્ર ઇન્દલને માર માર્યો હતો. જે બાદ પીડિત કમલા દેવીએ દુર્ગાવતી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
આ આખા કેસ માં સૌથી વધુ રસપ્રદ બાબતે એ છે કે પોલીસે બ્લોક એનિમલ હોસ્પિટલમાં આ મરઘાનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ હજી બહાર આવ્યો નથી. દરમિયાન, મરઘાની હત્યાના મામલે સાત લોકો પર એફઆઈઆર પણ નોંધવામાં આવી છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
