મુંબઇ,
2018 એક્ટ્રેસ દીપિકા પદુકોણ માટે તેની લાઈફના ખાસ વર્ષોમાંથી એક છે. ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવ્યા પછી દીપિકા પદુકોણે એકવાર ફરી સાબિત કર્યું છે કે તે બોલિવૂડની ટોપ સ્ટાર કેમ છે.

દીપિકા સુંદર છે, ટેલેન્ટેડ છે અને તેના પાસે તેના પાસે કેટલીક સારી ફિલ્મો છે. ફરી એકવાર બધાનું દિલ જીતી લીધું છે આ વર્ષે દીપિકા એશિયાની સૌથી સેક્સી મહિલાઓની લિસ્ટમાં ટોપ પર છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ એક પત્રિકાના તરફથી કરવામાં અકવેલ સર્વેમાં દીપિકા 100 સૌથી સેક્સી મહિલાઓની લિસ્ટમાં ટોપ પર હતી. જણાવી દઈએ કે ફોર્બ્સ ઇન્ડિયા 2018ની લિસ્ટમાં પણ દીપિકાને 5 માં નંબરે જગ્યા બનાવી છે.

વર્કફ્રંટની વાત કરવામાં આવે તો દીપિકા મેધના ગુલઝારની ફિલ્મમાં જોવા મળશે. તેની આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની સ્ટોરી પર આધારિત હશે. ખાસ વાતએ છે કે આ પ્રોજેક્ટ સાથે દીપિકા પ્રોડ્યુસર પણ બનવા જઈ રહી છે. તો લિસ્ટમાં બીજા નબંર પર પ્રિયંકા ચોપરાનું નામ છે.



